________________
૨૫૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
મહાંધકારવાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તો તે સુઝાડે ત્યારે બને તેવું છે.
܀܀܀
૧૮૩
વિ રાયચંદ
મુંબઈ, માગશર સુદ ૧૪, ૧૯૪૭
આનન્દમૂર્તિ સત્સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ નમસ્કાર કરું છું.
પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે મળ્યું. વાંચી સંતોષ થયો,
જે જે ઇચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છે; પરંતુ એ ઇચ્છાની સર્વ પ્રકારની સ્ફુરણા તો સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિશંક વાક્ય સર્વ અનંત જ્ઞાનીઓએ સમ્મત કરેલું આપને જણાવ્યું છે.
પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. દેઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે.
સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યંત) ત્યાગવા યોગ્ય છે.
܀܀܀܀܀
૧૮૪
મિથ્યાનામધારીના યથા
મુંબઈ, માગશર સુદ ૧૫, ૧૯૪૭
સત્સ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર
તમારું પત્ર ગઈ કાલે મળ્યું.
તમારાં પ્રશ્ન મળ્યાં. યોગ્ય વખતે ઉત્તર લખીશ. આધાર નિમત્તમાત્ર છું. તમે નિષ્ઠા સબળ કરવાનું પ્રયત્ન કરો એ ભલામણ છે.
૧૮૫
મુંબઈ, માગશર વદ ૭, શુક્ર, ૧૯૪૭ આજે હૃદય ભરાઈ આવ્યું છે. જેથી વિશેષ ઘણું કરીને આવતી કાલે લખીશ. હૃદય ભરાવાનું કારણ પણ વ્યાવહારિક નથી.
સર્વ પ્રકારે નિશ્ચિત રહેવા વિનંતી છે.
૧૮૬
વિત આઇ રાયચંદ
મુંબઈ, માગશર વદ ૧૦, ૧૯૪૭
સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ
અત્ર આનંદવૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે. વિશેષ શું લખવું ? તે કંઈ સૂઝતું નથી.
܀܀܀܀܀
રાયચંદના યથાયોગ્ય