________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૨૨૯
વિલંબમાં રહી છે, એમ માન્યતા છે. ફરી ફરી અનુકંપા આવી જાય છે, પણ નિરુપાયતા આગળ શું કરું ? પોતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું ? એ પરથી એવી ઇચ્છા રહ્યા કરે છે કે હમણાં તો જેમ તમો બધા યોગ્યતામાં આવી શકો તેવું કંઈ નિવેદન કર્યા રહેવું, જે કંઈ ખુલાસો માગો તે યથામતિ આપવો, નહીં તો યોગ્યતા મેળવ્યા રહો; એ ફરી ફરી સુચવવું.
સાથે ખીમજીનું પત્ર છે તે તેમને આપશો. એ પત્ર તમને પણ લખ્યું છે એમ સમજશો.
નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહોઃ-
૧૪૩
વવાણિયા, બી. ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬
૧. ગમે તે પ્રકારે પણ હૃદય આવેલા, અને દય આવવાના કષાયોને શમાવો.
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કોઈ એક સત્પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માનો. અધિક શું કહું ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝ્યું હશે - (સૂઝ્યું છે).
હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઇચ્છા છે, તોપણ અધિક ઇચ્છો; ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો.
પ્રારબ્ધથી જાવતા રાયચંદના યથા
આપનું પત્તું મળ્યું. પરમાનંદ થયો.
܀܀܀܀܀
૧૪૪
વવાણિયા, બીજા ભા.વદ ૦)), સોમ, ૧૯૪૬
ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તોપણ રાખવા ઇચ્છા નથી. એક "તુદ્ધિ નુંહિ" એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું ? લખ્યું લખાય તેમ નથી; કથ્ય કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યક્તતા જ છે, માટે જે નિઃસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળ્યે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. ક્યારે આગમન થશે ?
૧૪૫
વિ આ૦ રા૦
વવાણિયા, આસો સુદ ૨, ગુરુ, ૧૯૪૬
મારો વિચાર એવો થાય છે કે.........પાસે હંમેશાં તમારે જવું. બને તો જીભથી, નહીં તો લખીને જણાવી દેશો કે, મારું અંતઃકરણ તમારા પ્રત્યે નિર્વિકલ્પી જ છે, છતાં મારી પ્રકૃતિના દોષ કોઈ રીતે પણ આપને દુભવવાનું કારણ ન થાય એટલા માટે આગમનનો પરિચય મેં ઓછો રાખ્યો
૧. જુઓ સાથેનો આંક ૧૪૩.