________________
http://www.ShrimadRajchandra.org
ત્રણ પ્રકારે સાત્ત્વિક મહાવીર્ય પ્રણીત કર્યું:-
(૧) સાન્વિક શુક્લ.
વર્ષ ૨૩ મું
(૨) સાત્ત્વિક ધર્મ.
(૩) સાન્તિક મિશ્ર
ત્રણ પ્રકારે સાત્ત્વિક શુક્લ મહાવીર્ય પ્રણીત કર્યું:-
(૧) શુક્લ જ્ઞાન. (ર) શુક્લ દર્શન. (૩) શુક્લ ચરિત્ર. (શીલ)
સાત્ત્વિક ધર્મ બે પ્રકારે પ્રણીત કર્યાઃ-
(૧) પ્રશસ્ત, (ર) પ્રસિદ્ધ પ્રશસ્ત,
એ પણ બે પ્રકારે પ્રણીત કર્યુંઃ-
(૧) પાતે. (ર) અપરંત
સામાન્ય વળી
તીર્થંકર
એ અર્થ સમર્થ છે,
૨૩૧
૧૫૨
વવાણિયા, આસો સુદ ૧૧, શુક્ર, ૧૯૪૬
આજે આપનું કૃપાપત્ર મળ્યું.
સાથે પદ મળ્યું.
સર્વાર્થસિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઊઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય ? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો.
“કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશે, પામશું રે કે” એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે.
ધર્મેચ્છક ભાઈઓ,
܀܀܀܀܀
૧૫૩
આજે એક તમારું પત્તું મળ્યું (અંબાલાલનું).
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.
સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે.
વવાણિયા, આસો સુદિ ૧૨, શનિ, ૧૯૪૬
વિ રાયચંદના થ
મોરબી, આસો, ૧૯૪૬
૧. જુઓ આંક ૮૬.
૧૫૪
બીજાં સાધન બહુ કર્યાં, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉત્તાપ.
܀܀܀܀܀
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદૃગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ.
Audio