________________
૨૩૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નિવૃત્તિશ્રેણિમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં; અને ટૂંકું કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી હું લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તોપણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ.
(૧૪)
મુંબઈ, અષાડ વદ ૪, રવિ, ૧૯૪૬
વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે.
(૧૫)
મુંબઈ, અષાડ વદ ૧૧, શિન, ૧૯૪૬
અણુ છતું, 'વાચા વગરનું આ જગત તો જુઓ.
(૧૬)
મુંબઈ, અષાડ વદ, ૧૨, રવિ, ૧૯૪૬
દૃષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે, અને દેખાયાથી ક્ષય થઈ શકે.
(૧૭)
વાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ ભગવાન મહાવીરદેવ
બીજજ્ઞાન.
શોધે તો કેવલ જ્ઞાન.
કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી.
જ્ઞાની રત્નાકર
૧
3
૨
૪
આ બધી નિયતિઓ કોણે કહી જ
અમે જ્ઞાન વડે જોઈ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી.
ભગવાન મહાવીરદેવ.
૧૦, ૯, ૮, ૭, ૬, ૪, ૩, ૨, ૧.
(૧૮)
વવાણિયા, આસો સુદ ૧૧, શુક્ર, ૧૯૪૬
આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાં ન કહી દેવું ? એવી કોને ઇચ્છા રહી છે કે તેમ થવા દે છે ? જિનનાં વચનની રચના અદભુત છે. એમાં તો ના નહીં. પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય, કાં પાવ્યું હશે ? પાઠાન્તર - ૧. કરાવે છે. ૨. અણછતું, ૩. ચાચા વગરનું,