________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩ મું
૨૪૧
બ્રહ્મ જડરૂપે થયેલ છે એમાં સંશય નહીં.
સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં.
ૐ બ્રહ્મ.
સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
પાન
૨૭
સર્વ હરિ છે, એમાં સંશય નહીં.
પાન
26
૨૮
આ સર્વ આનંદરૂપ જ છે, આનંદ જ છે એમાં સંશય નહીં.
પાન
૨૯
સર્વરૂપે હરિ જ થયેલ છે.
܀܀܀܀܀
-હરિનો અંશ છું.
૧. તેનું પરમદાસત્વ કરવાને યોગ્ય છું, એવો દૃઢ નિશ્ચય કરવો; એને અમે વિવેક કહીએ છીએ.
૨. તેવા દૃઢ નિશ્ચયને તે હરિની માયા આકુળ કરનારી લાગે છે, ત્યાં ધૈર્ય રાખવું.
૩. તે સર્વ રહેવા માટે તે પરમરૂપ હરિનો આશ્રય અંગીકાર કરવો, અર્થાત્ હું સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપવું.-
૪. એવા ઈશ્વરાશ્રય થઈને પ્રવર્તવું, એવો અમારો નિશ્ચય તમને રુચો.
પાન
30
કેવળ પદ
પાન ૩૧
કક્કા કેવળ પદ ઉપદેશ-
કહીશું પ્રણમી દેવ રમેશ.
܀܀܀܀܀
܀܀܀
૧. કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં પરિણત હોય છે.
ર, કોઈ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ
૩. કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિષે સમવતરે નહીં.
૪. જેનાથી, જે, કેવળ મુક્ત થઈ શકે તે તે નહોતો એમ જાણીએ છીએ.
૫.
૧૬૧
હે સહજાત્મસ્વરૂપી, તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો ? તે કહો. આવી વિભ્રમ અને દિગ્મૂઢ દશા શી ?
હું શું કરું ? તમને શું ઉત્તર આપું ? મતિ મૂંઝાઈ ગઈ છે. ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. ક્યાંય દૃષ્ટિ ઠરતી નથી, અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ. ઊંચાનીચા પરિણામ પ્રવહ્યા કરે છે. અથવા અવળા વિચાર લોકાદિક સ્વરૂપમાં આવ્યા કરે છે,