________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મં
નવપદ ધ્યાનીની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે.
૯૩
܀܀܀܀܀
૨૦૭
મુંબઈ, કારતક, ૧૯૪૬
સુજ્ઞશ્રી.
૯૪
મુંબઈ, માગશર સુદ ૯, રવિ, ૧૯૪૬
તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણો પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે, પરંતુ તેવા ગુણો કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી, માત્ર રુચિ ઉત્પન્ન થઈ, એમ ગણીએ તો ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઇચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડવો”. એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે.
૯૫
આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો ? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું ?
સર્વગુણાંશ તે સમ્યકૃત્વ.
વિશ્વ રાયચંદના પ્રણામ.
મુંબઈ, પોષ, ૧૯૪૬
CS
મુંબઈ, પોષ સુદ ૩, બુધ, ૧૯૪૬
ધર્મ, અર્થ, કામની એકત્રતા પ્રાયે એક ધોરણ-એક સમુદાયમાં, કેટલાંક ઉત્કૃષ્ટ સાધનોથી, કોઈ તેવો યોજક પુરુષ (થવા ઇચ્છે છે તો) સાધારણ શ્રેણિમાં લાવવાનો પ્રયત્ન કરે, અને તે પ્રયત્ન નિરાશ ભાવે-
૧. ધર્મનું પ્રથમ સાધન.
૨. પછી અર્થનું સાધન.
૩. કામનું સાધન.
૪. મોક્ષનું સાધન.
܀
૯૭
મુંબઈ, પોષ સુદ ૩, ૧૯૪૬
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સત્પુરુષોનો ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ
નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે.
જોઈએ.
૧. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે.
૨. જડચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કહો છે,
૩. ચિત્તનિરોધને કામ.
૪. સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ.
એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણેઃ-
ધર્મ- સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે ધર્મ'.
અર્થ- વૈભવ, લક્ષ્મી, ઉપવનમાં સાંસારિક સાધન,
કામ નિયમિત રીતે સ્ત્રીપરિચય.
મોક્ષ- સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ.
“ધર્મ”ને પહેલાં મૂકવાનો હેતુ એટલો જ છે કે, ‘અર્થ’ અને ‘કામ’ એવાં હોવાં જોઈએ કે, “ધર્મ” જેનું મૂળ હોવું