________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૨૧૫ જો તારી સ્વતંત્રતા અને તારા કમથી તારા ઉપજીવન - વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવો.
તેની એથી બીજા ગમે તે કારણથી સંતોષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરવો, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં.
તારા ક્રમથી તેઓ સંતોષિત રહે તો ઔદાસીન્યવૃત્તિ વડે નિરાગ્રહભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું સાવધાનપણું તારે રાખવું.
܀܀܀܀
૧૧૨
મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે.
ઘણું જ સુક્ષ્મ અવલોકન રાખો,
૧. સત્યને તો સત્ય જ રહેવા દેવું.
૨. કરી શકો તેટલું કહો. અશક્યતા ન છુપાવો.
૩. એકનિષ્ઠિત રહો.
ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો.
વીતરાગે ખરું કહ્યું છે.
અરે આત્મા । સ્થિતિસ્થાપક દશા લે.
આ દુઃખ ક્યાં કહેવું ? અને શાથી ટાળવું ?
પોતે પોતાનો વૈરી, તે આ કેવી ખરી વાત છે ।
સુજ્ઞ ભાઇશ્રી.
܀܀܀܀܀
૧૧૩
મુંબઈ, ચૈત્ર, ૧૯૪૬
મુંબઈ, વૈશાખ વદ ૧૨, ૧૯૪૬
આજે આપનું એક પત્ર મળ્યું. અત્ર સમય અનુકૂળ છે. તે ભણીની સમયકુશળતા ઇચ્છું છું. આપને જે પત્ર પાઠવવું મારી ઇચ્છામાં હતું, તે પત્ર અધિક વિસ્તારથી લખવાની અવશ્ય હોવાથી, તેમ જ તેમ કરવાથી તેનું ઉપયોગીપણું પણ અધિક ઠરતું હોવાથી, તેમ કરવા ઇચ્છા હતી, અને હજુ પણ છે, તથાપિ કાર્યોપાધિનું એવું સબળ રૂપ છે કે એટલો શાંત અવકાશ મળી શકતો નથી, મળી શક્યો નહીં, અને હજુ થોડો વખત મળવો પણ સંભવિત નથી. આપને આ સમયમાં એ પત્ર મળ્યું હોત તો વધારે ઉપયોગી થાત; તોપણ હવે પછી પણ એનું ઉપયોગીપણું તો અધિક જ આપ પણ માની શકશો; આપની જિજ્ઞાસાના કંઈક શમાર્ચે ટૂંકું તે પત્રનું વ્યાખ્યાન આપ્યું છે.
આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણો પરિચય પડ્યો નથી; તોપણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેનો અને મારો સંબંધ અસંતોષપાત્ર થયો નથી; એમ જણાવવાનો હેતુ એવો છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હોવામાં પણ મારી કેટલીક ઉદાસીનવૃત્તિની સહાયતા છે.
તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને