________________
૨૨૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દૃઢતા છે તેનું કેમ કરવું ? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ? ત્યારે હવે કેમ કરવું ?
“ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુનિમિત્ત હો, પણ એમ કરવું જ.
ત્યાં સુધી હૈ જીવ ! છૂટકો નથી.”
આમ નેપચ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આય્યચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી.
ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાનું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે.
“એ કંઈ ખોટું છે ?” શું ?
પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તો ?
લઈ શકાય.
એ પણ આશ્ચર્યકારક છે.
અત્યારે એ જ. ફરી યોગવાઈએ મલીશું.
એ જ વિજ્ઞાપન.
܀܀܀܀
૧૨૯
વિ0 રાયચંદના યથાયોગ્ય
વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૭, શુક્ર, ૧૯૪૬
મુંબઈ ઇત્યાદિક સ્થળે વહેલી ઉપાધિ, અહીં આવ્યા પછી એકાંતાદિકનો અભાવ (નહીં હોવાપણું), અને ખળતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ.
૧૩૦
વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૧૧, ભોમ, ૧૯૪૬
ધર્મેચ્છક ભાઈ ખીમજા,
કેટલાંક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે; તથાપિ તે માટે જેવો જોઈએ તેવો પરિશ્રમ થતો નથી, એ એક આશ્ચર્ય અને પ્રમત્તતા છે. એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયોગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઇચ્છતો નથી, અથવા થશે નહીં. કોઈ વેળા અવસર હશે તો તે ઇચ્છાની છાયા જણાવી દેવાનું પ્રયત્ન કરીશ. એ ઇચ્છાનાં કારણને લીધે જીવ ઘણું કરીને