________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩ મું
૨૧૭
હાલ તો તમે જ તમારાથી ધર્મશિક્ષા લો. યોગ્ય પાત્ર થાઓ. હું પણ યોગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું. વિત રાયચંદના પ્રણામ.
૧૬.
મુંબઈ, વૈશાખ સુદ ૩, ૧૯૪૬
આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગદેજન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય, - યથાર્થ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાડ સુદિ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.
૧૧૭
મુંબઈ, અષાડ સુદ ૧૦, ૧૯૪૬ લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાયો. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આ ખબર મળ્યા.
એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું ? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, - એ આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો.
મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજુગુપ્સિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું. સમ્યકભાવથી વેદનીય કર્મ વૈદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું.
અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય ? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકૃત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !
ધર્મેચ્છક ભાઈઓ,
܀܀܀܀܀
૧૧૮
મુંબઈ, અષાડ સુદિ ૧૫, બુધ, ૧૯૪૬
ચિહ્ન સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નોનું લાંબું જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો.
આ આત્માનો આ જીવનનો રાહસ્થિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો, જ્ઞાનદૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શક્તો.
સત્યપરાયણના સ્મરણાર્થે બને તો એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું.
ન છિન્નડ્ એ પાઠ પૂરો લખશો તો ઠીક પડશે. મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું શબ્દવર્ણન છે. “છંદાનો નથી, ભેદાતી નથી." છઉં,
૧. આ લખાણ શ્રીમની દૈનિક નોંધમાંનું છે.
૨. શ્રી આચારાંગ, અધ્ય૦ 3, ઉદ્દેશક 3. જુઓ પત્ર નં. ૨૯૬