________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૨૧૯
૧૨૧
મુંબઈ. અષાડ, ૧૯૪૬
પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો,
ધર્મકથા લખવા વિષે જણાવ્યું તો તે ધાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિષે જ રહી છે, દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાત્મ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી.
કલ્યાણના માર્ગનાં સાધન કયાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી.
ત્યાગવા યોગ્ય એવાં સ્વચ્છંદાદિ કારણો તેને વિષે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પુરુષો વિષે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કોઈ કોઈ અંશે ગણવા યોગ્ય છો. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જૅમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે.
܀܀܀܀܀
૧૨૨
પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત.
મુંબઈ, અષાડ, ૧૯૪૬
તીવ્રરસે કરી, મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે.
શુદ્ધયોગમાં રહેલા આત્મા અણારંભી છે, અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો.
અરસપરસ તેમ થવાથી, ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભરે. બહુલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા, પણ કાંઈક શુભના ઉદયથી જે યોગ મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે; અને તે રુચવું બહુ દુર્ઘટ છે. તે સત્પુરુષોની કૃપાદૃષ્ટિમાં રહ્યું છે. અલ્પકર્મના યોગ હશે તો બનશે. નિસંશય જે પુરુષની જોગવાઈ મળી તે પુરુષને શુભોદય થાય તો નક્કી બને; પછી ન બને તો બહુલ કર્મનો દોષ ।
૧૨૩
મુંબઈ, અષાડ, ૧૯૪૬
ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્રાવ્ય છે.
૧૨૪
जणं जणं दिसं इच्छइ तणं तणं दिसं अप्पडिबद्धे.
વાણિયા બંદર, ૧૯૪૬
જે જે દિશા ભણી જવું ઇચ્છે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રોકી શકતી નથી.)
આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય; ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ? પૌદ્ગલિક રચનાએ આત્માને ભિત કરવો ઉચિત નથી.
܀܀܀܀܀
વિશ્વ રાયચંદના યોગ