________________
૨૧૪
http://www.ShrimadRajchandra.org
આત્મા નામ માત્ર છે કે વસ્તુસ્વરૂપ છે ?
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૯
જો વસ્તુસ્વરૂપ છે તો કંઈ પણ લક્ષણાદિથી તે જાણી શકવા યોગ્ય છે કે કેમ ?
જો તે લક્ષણાદિી કોઈ પણ પ્રકારે જાણી શકવા યોગ્ય નથી એમ માનીએ તો જગતમાં ઉપદેશમાર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે છે ? અમુકનાં વચનથી અમુકને બોધ થાય છે તેનો હેતુ શો ?
અમુકનાં વચનથી અમુકને બોધ થાય છે એ સર્વ વાત કલ્પિત છે, એમ માનીએ તો પ્રત્યક્ષ વસ્તુનો બાધ થાય. કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે. કેવળ વંધ્યાપુત્રવત્ નથી.
કોઈ પણ આત્મવેત્તાથી કોઈ પણ પ્રકારે આત્મસ્વરૂપનો વચન દ્વારા ઉપદેશ-
܀܀܀܀܀
૧૧૦
અપૂર્ણ
આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ ? અર્થાત્ આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એવો છે કે કેમ ? આત્મા સર્વવ્યાપક છે કે કેમ ?
હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ ?
આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ ? અર્થાત્ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ ? જઈ શકવા યોગ્ય છે કે કેમ ?
આત્માનું લક્ષણ શું ?
કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવો છે કે કેમ ?
સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો કયાં છે ?
પરમ સત્ય છે.
પરમ સત્ય છે.
ત્રિકાળ એમ જ છે.
પરમ સત્ય છે.
૧૧૧
વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે.
બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊંગો.
બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ.
તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો.
જીવન અજીવન પર સમવૃત્તિ હો.
જીવન હો તો એ જ વૃત્તિએ પૂર્ણ હો.
ગૃહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. ગૃહવાસમાં તેમાં જ લક્ષ છૅ.
ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં સમાન જ માન.
ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત જાઓ.
અમુક વ્યવહાર-પ્રસંગનો કાળ.
તે સિવાયનો તત્સંબંધી કાર્યકાળ,
પૂર્વિત કર્મોદયકાળ,
નિદ્રા કાળ.
મુંબઈ, ફાગણ, ૧૯૪૬