________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩ મું
૨૦૫
આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની છટાથી કચ્છદરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યા છે; રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કોઈને મેં ઓછોઅધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.
CO
મુંબઈ, કારતક, ૧૯૪૬
બે પ્રકારે વહેંચાયેલો ધર્મ, તીર્થંકરે બે પ્રકારનો કર્યો છે-
૧. સર્વસંગપરિત્યાગી.
ર. દેશપરિત્યાગી,
સર્વ પરિત્યાગી:
પાત્ર-
ક્ષેત્ર-
કાળ-
ભાવ અને દ્રવ્ય.
તેનો અધિકારી.
પાત્ર, ક્ષેત્ર, કાળ, ભાવ.
વૈરાગ્યાદિક લક્ષણો, ત્યાગનું કારણ અને પારિણામિક ભાવ ભણી જોવું.
તે પુરુષની જન્મભૂમિકા, ત્યાગભૂમિકા એ બે
અધિકારીની વય, મુખ્ય વર્તતો કાળ.
ભાવ-
વિનયાદિક, તેની યોગ્યતા, શક્તિ.
તેને ગુરુએ પ્રથમ શું ઉપદેશ કરવો ?
‘દશવૈકાલિક’, ‘આચારાંગ’ ઇત્યાદિ સંબંધી વિચાર;
તેની નવદીક્ષિત કારણે તેને સ્વતંત્ર વિહાર કરવા દેવાની આજ્ઞા ઇ૦
નિત્યચર્યાં.
વર્ષ કલ્પ.
છેલ્લી અવસ્થા.
દેશત્યાગી:-
અવશ્ય ક્રિયા.
નિત્ય કલ્પ.
(એ સંબંધી પરમ આવશ્યકતા છે.)
ભક્તિ.
અણુવ્રત
દાન-શીલ-તપ-ભાવનું સ્વરૂપ.
જ્ઞાનને માટે તેનો અધિકાર
(એ સંબંધી પરમ આવશ્યકતા છે.)
}}}}