________________
૨૧૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
મોક્ષનાં સાધન જે સમ્યક્દર્શનાર્દિક છે તેમાં “ધ્યાન ગર્ભિત છે. તે કારણ ધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વાણનું અવલંબન કર.
અપૂર્ણ
܀܀܀
૧૦૩
મુંબઈ, માહ, ૧૯૪૬
કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોને રહેવાનો અનાદિકાળનો પર્વત છે, પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું. અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરૂ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.
૧૦૪
મુંબઈ, માહ વદ ૨, શુક્ર, ૧૯૪૬
તમારું પત્ર ગઈ કાલે મળ્યું. ખંભાતવાળા ભાઈ મારી પાસે આવે છે. તેમની મારાથી બનતી ઉપાસના કરું છું. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડ્યું નથી. જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. ખરું વલીગમ્ય
તમારી આરોગ્યતા ઇચ્છું છું. તમારી જિજ્ઞાસા માટે હું નિરુપાય છું. વ્યવહારક્રમ તોડીને હું કંઈ નહીં લખી શકું; એ તમને અનુભવ છે, તો હવે કાં પુછાવો ?
તમારી આત્મચર્યા શુદ્ધ રહે તેમ પ્રવર્તજો.
જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે, એ જ અત્યારે ભલામણ,
૧૦૫
મહાવીરના બોધને પાત્ર કોણ ?
મુંબઈ, ફાગણ સુદ ૬, ૧૯૪૬
૧. સત્પુરુષના ચરણનો ઇચ્છુક,
૨. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી,
૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર,
૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન,
૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર,
૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર,
૭. એકાંતવાસને વખાણનાર,
૮. તીર્યાદિ પ્રવાસનો ઉછરંગી,
૯. આહાર, વિહાર, નિહારનો નિયમી
૧૦. પોતાની ગુરુતા દબાવનાર,
એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યક઼દશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી.
܀܀܀܀
૧. શ્રાદ્ધ એટલે શ્રાવક ધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા.