________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
જિજ્ઞાસુ- ભાઈ, ત્યારે પુજ્ય કોણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે ?
સત્ય- શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ “અનંત સિદ્ધની' ભક્તિથી, તેમજ સર્વદુષણરહિત, કર્મમલહીન, મુક્ત, નીરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશકિત પ્રકાશ પામે છે.
જિજ્ઞાસુ- એઓની ભક્તિ કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું ?
સત્ય- ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તે નીરાગી અને નિર્વિકાર છે, એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપણો આત્મા, જે કર્મદળથી ઘેરાયેલો છે, તેમજ અજ્ઞાની અને મોહાંધ થયેલો છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. સર્વ કર્મદળ ક્ષય કરી ૨ ‘અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા' એવા જિનેશ્વરોનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી 'એ પુરુષાર્થતા આપે છે', વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
૭
શિક્ષાપાઠ ૧૪. જિનેશ્વરની ભક્તિ - ભાગ ૨
જિજ્ઞાસુ- આર્ય સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરો તો સઘળા પૂજ્ય છે; ત્યારે નામથી ભક્તિ કરવાની કંઈ જરૂર છે ?
સત્ય- હા, અવશ્ય છે. અનંત સિદ્ધસ્વરૂપને ધ્યાતાં જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય તે તો કાર્ય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણ કયું ? એ વિચારતાં હઁગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાંનું સ્મરણ થશે. એઓનાં અર્હત્ તીર્થંકરપદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રો અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કોણ ? ક્યારે ? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા ? એ ચરિત્રોની સ્મૃતિ થશે; અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકનો ઉદય પામીએ.
સમજાવો.
જિજ્ઞાસુ- પણ લોગસ્સમાં તો ચોવીશ જિનેશ્વરનાં નામ સૂચવન કર્યાં છે ? એનો હેતુ શો છે તે મને
સત્ય- આ કાળમાં આ ક્ષેત્રમાં જે ચોવીશ જિનેશ્વરો થયા એમનાં નામનું સ્મરણ, ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્ત્વનો લાભ થાય એ એનો હેતુ છે. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય બોધે છે. અનંત ચોવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમગ્ર આવી જાય છે. વર્તમાનકાળના ચોવીશ તીર્થંકરનાં નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચોવીશી ચોવીશીનાં નામ કાળ ફરતાં અને ચોવીશી ફરતાં લેવાતાં જાય છે. એટલે અમુક નામ લેવાં એમ કંઈ નિશ્ચય નથી; પરંતુ તેઓના ગુણ અને પુરુષાર્થસ્મૃતિ માટે વર્તતી ચોવીશીની સ્મૃતિ કરવી એમ તત્ત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ
દ્વિ આ૦ પાઠા૦-૧. ‘સિદ્ધ ભગવાનની.’ ૨. ‘અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અને સ્વસ્વરૂપમય થયા.' ૩, 'તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે.'