________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૩ મું
એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ બહુ ઉદય થશે. તમે કદાપિ એ સોળ ભેદનું પઠન કરી ગયા હશો તોપણ ફરી ફરી તેનું પરાવર્તન કરજો.
શિક્ષાપાઠ ૭૭. જ્ઞાન સંબંધી બે બોલ-ભાગ ૧
૧૧૫
જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દનો આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે ? જો આવશ્યકતા છે તો તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે ? જો સાધન છે તો તેને અનુકૂળ દેશ, કાળ, ભાવ છે ? જો દેશકાળાદિક અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે ? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે ? જાણવારૂપ છે શું ? એના વળી ભેદ કેટલા છે ? જાણવાનાં સાધન ક્યાં ક્યાં છે ? કઈ કઈ વાટે તે સાધનો પ્રાપ્ત કરાય છે ? એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે ? એ જાણવું અવશ્યનું છે.
?
૧. જ્ઞાનની શી આવશ્યકતા છે ? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ રજ્વાત્મક લોકમાં, ચતુઐતિમાં અનાદિકાળથી સકમસ્થિતિમાં આ આત્માનું પર્યટન છે. મૈષાનુમેષ પણ સુખનો જ્યાં ભાવ નથી એવાં નરકનિગોદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યાં છે; અસહ્ય દુઃખોને પુનઃ પુનઃ અને કહો તો અનંતી વાર સહન કર્યા છે. એ ઉત્તાપથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે, જે વડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતો નથી; અને વિષયાદિક મોહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાંનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંતકાળથી અનંતી વાર સહન કરવું પડ્યું; તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કર્મથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૭૮. જ્ઞાન સંબંધી બે બોલ-ભાગ ૨
ર. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો વિષે કંઈ વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્ત વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી એ માટે થઈને છ પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એવો દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી ? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. શ્રુતિ વિના સંસ્કાર નથી. જો સંસ્કાર નથી તો પછી શ્રદ્ધા ક્યાંથી હોય ? અને જ્યાં એ એક્કે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય ? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞવચનામૃત અકર્મભૂમિ કે કેવળ અનાર્યભૂમિમાં મળતાં નથી તો પછી માનવદેહ શું ઉપયોગનો ? એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે. તત્ત્વની શ્રદ્ધા ઊપજવા અને બોધ થવા માટે નિદ્યગુરુની આવશ્યકતા છે. દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાનપ્રાપ્તિની હાનિરૂપ જ છે. કારણ ધર્મમતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે; એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એ સઘળાં પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું. તેમાં સત્પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઇત્યાદિક ઉત્તમ સાધનો છે. એ દ્વિતીય સાધનભેદ કહ્યો.