________________
૧૫૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૭૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમત્ મહાવીર સ્વામીએ સમ્યનેત્ર આપ્યાં હતાં. ૭૫ ભગવતીમાં કહેલી 'પુદ્ગલ નામના પરિવ્રાજકની કથા તત્ત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે.
૭૬ વીરનાં કહેલાં શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે.
૭૭ સમ્યનેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તોપણ આત્મહિત પ્રાપ્ત થશે.
૭૮ કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી ! (કુદરત તે પૂર્વિતકર્મ
૭૯ માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે.
૮૦ ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો.
૮૧ જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવા યોગ્ય છે.
દર કૃતઘ્નતા જેવો એકે મહા દોષ મને લાગતો નથી.
૮૩ જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત !
૮૪ વસ્તુને વસ્તુગતે જુઓ.
૮૫ ધર્મનું મૂળ વિ
છે.
૮૬ તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય.
૮૭ વીરના એક વાક્યને પણ સમજો.
૮૮ અહંપદ, કૃતઘ્નતા, ઉત્સુત્રપ્રરૂપણા, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે.
૮૯ સ્ત્રીનું કોઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારો દેહ ભોગવે છે.
૯૦ દેર અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે.
૯૧ અભિનિવેશના હૃદયમાં ઉત્સૂત્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી કહું છું, હર સ્યાદવાદ શૈલીએ જોતાં કોઈ મત અસત્ય નથી.
૯૩ સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.
૯૪ અભિનિવેશ જેવું એક્કે પાખંડ નથી.
૯૫ આ કાળમાં આટલું વધ્યુ- ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ.
ઉર્દુ તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગીધર્મ બોધી શકું ખરો,
૯૭ આખા જગતના શિષ્ય થવારૂપ દૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી.
હૃદ કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતો હોય તો તેને કરવા દો,
૯૯ આત્માનો ધર્મ આત્મામાં જ છે.
૧૦૦ મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું.
૧૦૧ હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાગ્યું નથી.
૧૦૨ નિર્વિકારી દશાથી મને એકલી રહેવા દો.
૧૦૩ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આર્વિભાવ કરવું જોઈએ.
૧૩૪ બહુ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં ગમે તેવી શંકા થાય તોપણ મારી વી વીરને નિઃશંક ગણજો.
૧. શતક ૧૧, ઉદ્દેશ ૧૨ માં.