________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૨ મું
૧૮૧
છો તેમ છું. સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. ધર્મસંબંધી મારી વર્તના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દૃશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહોતી. પૂછતાં કહી શકાય તેવી પણ નથી. સહજ ઉત્તર આપવો ઘટે તે આપ્યો છે. શું થાય છે અને પાત્રતા ક્યાં છે એ જોઉં છું. ઉદય આવેલાં કર્મો ભોગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે.
બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહો. પ્રયત્ન જેમ આત્મા ઊર્ધ્વગતિનો પરિણામી થાય તેમ કરો.
બોધ છે.
સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામોહનીયનું બળ છે. વિ0 રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સહિત પ્રણામ.
܀܀܀܀
૫૧
નીરાગી પુરુષોને નમસ્કાર
ઘવાણિયા બંદર, માહ વદ ૭, ૧૯૪૫
ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન
આત્માભિલાષી,-
જો ત્યાં તમને વખત મળતો હોય તો જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો.
(કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્યે છૂટકો છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણિ વધારતા રહેશો.
વિશેષ લખતાં અત્યારે અટકું છું.
આત્મહિતાણિલાલ આજ્ઞાંકિત,
વિ રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશો.
પર
વવાણિયા બંદર, માહ વદ ૧૦, સોમ, ૧૯૪૫
નીરાગી પુરુષોને નમસ્કાર
તમારો આત્મવિચારભરિત પત્ર ગઈ પ્રભાતે મળ્યો.
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.
શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જ્વળ શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિર્ગુથનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના !
હું
જ
દયાળભાઈએ દર્શાવ્યું તે પ્રમાણે તમે લખ્યું છે, અને હું માનું છું કે તેમ જ હશે. દયાળભાઈ સહર્ષ પત્ર લખે એમ તેમને કહેશો અને ધર્મધ્યાન ભણી પ્રવૃત્તિ થાય એ કર્તવ્યની ભલામણ આપશો. ‘પ્રવીણસાગર’ માટે કંઈ ઉત્તર નથી તે લખશો.
જેમ બને તેમ આત્માને ઓળખવા ભણી લક્ષ દો એ જ માગણી છે. કવિરાજ - તમારા