________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૨૦૧
૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી.
૨. સંસારને બંધન માનવું.
૩. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જયો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં.
૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
૫. ન ચાલે તો પ્રતિશ્રોતિ થા.
૬. જેમાંથી જેટલું થાય તેટલું કર.
૭, પારિણાર્મિક વિચારવાળો થા,
૮. અનુત્તરવાસી થઈને વર્ત.
૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ.
܀܀܀܀
૮૫
મુંબઈ, વિ. સં. ૧૯૪૬
સમજીને અલ્પમાત્રી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.
હે નાથ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી.
પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી ?
આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચી થવું, પરવસ્તુના ત્યાગી થવું.
જેટલા પોતાની પુગલિક મોટાઈ ઇચ્છે છે તેટલા હલકા સંભવે.
પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.
૮૬
નિ:સ્પૃહી મહાત્માઓને અભેદભાવે નમસ્કાર
| | | |
સં. ૧૯૪૬
''અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ?'
આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દેઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો.
સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે.
મૈત્રી- સર્વ જીવ પ્રત્યે હિતચિતવના.
પ્રમોદ, ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ.
કરુણા- કોઈ પણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું.
મધ્યસ્થતા- નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા.
૮૭
મુંબઈ, કાર્તિક સુદ ૭, ગુરુ, ૧૯૪૬
‘અષ્ટક’ અને ‘યોગબિંદુ' એ નામનાં બે પુસ્તકો આ સાથે આપની દૃષ્ટિતળે નીકળી જવા હું મોકલું છું.
‘યોગબિંદુ’નું બીજું પાનું શોધતાં મળી શક્યું નથી; તોપણ બાકીનો ભાગ સમજી શકાય
૧. જુઓ આંક ૧૯૫. ૨. જુઓ આંક ૧૫૩ માં પણ આ વાક્ય છે.