________________
૨૦૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તેવો હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય' પાછળથી મોકલીશ. પરમતત્ત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. કોઈ સ્થળે ખંડન-મંડન ભાગ સાપેક્ષ હશે, તે ભણી આપની દૃષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે.
અથથી ઇતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. (જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્ત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ ‘નાસ્તિક’ એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી; એ આપને દૃષ્ટિમાં આવી જવાનું પ્રાયે બનશે તેથી
જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને.
સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યંત સતક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.
આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંની ન્યુનાધિકતા ક્ષમાપાત્ર છે,
વિશ્વ રાયચંદના વિનયપૂર્વક પ્રણામ
܀܀܀
૮૮
(૧)
મુંબઈ, કારતક, ૧૯૪૬
આ આખો કાગળ છે, તે ૧સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી ? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા ? અને તે જીવને બંધ શી રીતે માનવો ? અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી ? તે બંધની નિવૃત્તિ થયે ચેતનનો કયો ભાગ માયારહિત થયો ગણાય ? જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે તે ભાગ નિરાવરણ સમજવો કે શી રીતે ? અને એક ઠેકાણે નિરાવરણપણું, તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ ? તે ચીતરીને વિચારો,
સર્વવ્યાપક આત્માઃ-
આ રીતે તો ઘટતું નથી.
૧. ‘ધારો કે’ અધ્યાહાર.
ઘટાકારા, જીવ,બાધ ઘટવ્યય. ચુંકૂળ
3.PD
માયા
જગત
બધ
લાક
વિરાટ
ચેતન
ઈશ્વર
તે આવરણ