________________
http://www.ShrimadRajchandra.org
૧૮૬
શ્રીમદ્ રાજચંદ્ર
૨૦. જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબોધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે.
જાણે.
૨૧. અબોધિ, કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વ-જ્ઞાની થાય અને સર્વ-દર્શનવાળો થાય. રર. જ્યારે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નીરાગી થઈને તે કેવળી લોકાલોકનું સ્વરૂપ
ર૩. નીરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યોગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય.
૨૪. જ્યારે યોગને નિકૃધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય.
નહીં.
(ર)
(દશવૈકાલિક, અધ્યયન ૪, ગાથા ૧ થી ૨૪)
૧. તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ, નિપુણ અહિંસા દેખીને ઉપદેશી..
૨. જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતાં અજાણતાં હણવાં નહીં, તેમજ હણાવવાં
૩. સર્વ જીવો જીવિતને ઇચ્છે છે, મરણને ઇચ્છતા નથી; એ કારણથી પાણીનો ભયંકર વધ નિગ્રંથે તજવો.
૪. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું નહીં.
૫. મૃષાવાદને સર્વ સત્પુરુષોએ નિષેધ્યો છે,- પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેનો ત્યાગ કરવો. ૬. સચિત્ કે અચિત્- થોડો કે ઘણો, તે એટલા સુધી કે, દંતશોધન માટે એક સળી જેટલો પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લેવો નહીં.
૭. પોતે અયાચ્યું લેવું નહીં, તેમ બીજા પાસે લેવરાવવું નહીં; તેમજ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં. - જે સંયતિ પુરુષો છે તે એમ કરે છે.
૮. મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં.
૯. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેનો નિગ્રંથે ત્યાગ કરવો. ૧૦. સિંધાલૂણ, મીઠું, તેલ, ઘી, ગોળ, એ વગેરે આહારક પદાર્થો જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ છે તે રાત્રિવાસ રાખે નહીં.
ગૃહસ્થ.
ત્યાગે.
૧૧. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કંઈ પદાર્થ રાખવા ઇચ્છે તે મુનિ નહીં પણ
૧૨. જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તો
૧. અઢાર સંયમ સ્થાનમાં.