________________
૧૮૪
ચિત
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૫૮
મોરબી, ચૈત્ર વદ ૧૦, ૧૯૪૫
તમારા બન્નેના પત્રો મળ્યા. સ્યાદ્વાદદર્શન સ્વરૂપ પામવા માટે તમારી પરમ જિજ્ઞાસાથી સંતોષ પામ્યો છું. પણ આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ માટે મેળાપે વિશેષ ચર્ચી શકાય,
ભાવ:
ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે. માગેલ કાવ્યો પ્રસંગ લઈને મોકલીશ. દોહરાના અર્થ માટે પણ તેમ જ. હમણાં તો આ ચાર ભાવના
મૈત્રી (સર્વ જગત ઉપર નિર્દેરબુદ્ધિ); અનુકંપા (તેમનાં દુખ ઉપર કરુણા); પ્રમોદ (આત્મગુણ દેખી આનંદ); ઉપેક્ષા (નિસ્પૃહ બુદ્ધિ). એથી પાત્રતા આવશે.
૫૯
વવાણિયા, વૈશાખ સુદ ૧, ૧૯૪૫
તમારી દેહસંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઇચ્છાને હું રોકી શકતો નથી; પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરો. મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી; પરંતુ તમે એક ધર્મપાત્ર જીવ છો અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઇચ્છના છે; તેને લીધે કોઈ પણ રીતે તમારા પર ઇચ્છના કંઈ અંશે પણ વર્તે છે.
નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું. એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો. આરોગ્યતા વધશે; જિંદગીની સંભાળ રાખો; હમણાં દેહત્યાગનો ભય ન સમજો; એવો વખત હશે તો અને જ્ઞાનીદૃશ્ય હશે તો જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. મણા તો તેમ નથી.
તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપ જ છે. જ્ઞાનીદેશ્ય તો થોડો વખત વિયોગ રહી સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે.
દશવૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે.
જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હોય, સૂઈ શકાતું હોય તોપણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતો હોય, તો આંખો વીંચી જઈ નાભિના ભાગ પર દૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્યાભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવો ભાસ લઈ જે રૂપે પાર્શ્વનાથાદિક અર્હુતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તેવો ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરો. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તો મારું ખભેરખણું (મેં જે રેશમી કોરે રાખ્યું હતું. તે ઓઢી સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી સોડ તાણી એકાગ્રતા ચિંતવવી. અત્ સ્વરૂપનું ચિંતવન, બને તો કરવું. નહીં તો કંઈ પણ નહીં ચિંતવનાં સમાઘિ કે બોધિ એ શબ્દો જ ચિંતવવા, અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ રાખવી.
વિશ્વ રાયચંદ
૧. મીંચી, બંધ કરી.
܀܀܀܀܀