________________
૧૮૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નિઃસ્વાર્થી પ્રેમને માટે વિશેષ શું લખે ? હું તમને ધનાદિકથી તો સહાયભૂત થઈ શકું તેમ નથી, (તેમ તેવું પરમાત્માનું યોગબળ પણ ન કરો !) પણ આત્માથી સહાયભૂત થાઉં અને કલ્યાણની વાટે તમને લાવી શકું, તો સર્વ જય મંગળ જ છે. આટલું તેઓને વંચાવશો. તેમાંનું તમને પણ કેટલુંક મનન કરવારૂપ છે.
દયાળભાઈની પાસે જતા રહેશો. નોકરીમાંથી જ્યારે જ્યારે વચ્ચે વખત મળે ત્યારે ત્યારે તેમના સત્સંગમાં રહેશો એમ મારી ભલામણ છે. અત્યારે એ જ.
વિશ્વ રાયચંદના પ્રણામ, સત્પુરુષોને નમસ્કાર સમેત,
܀܀܀܀܀
૫૩
વવાણિયા, ફાગણ સુદ ૬. ગુરુ. ૧૯૪૫
ચિત
જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક્ પ્રકારે નિયમમાં આણો અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો. એ મારી ઇચ્છના છે. શોચ ન કરો, યોગ્ય થઈ રહેશે.
સત્સંગ શોધો, સત્પુરુષની ભક્તિ કરો.
܀܀܀܀܀
૫૪
વિત રાયચંદના પ્રણામ.
વવાણિયા, ફાલ્ગુન સુદ ૯, રવિ, ૧૯૪૫
નિન્ય મહાત્માઓને નમસ્કાર
મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં.
શ્રી જિને સહસ્રગમે ક્રિયાઓ અને સસ્રગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યાં છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળું, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીદ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી મળ્યે પણ એ માર્ગ પામતાં અટક્યા છે. તથા અટકશે અને અટક્યા હતા.
કોઈ પણ ધર્મસંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યકયોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે.
-
વિશેષ શું કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વપ્રાપ્ય પુરુષ - નિગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે - ઉદય આપશે - ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે