________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
૪૪ શુક્લ નિનાવસ્થાને હું બહુ માન્ય કરું છું,
૪૫ સૃષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય.
૪૭ શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ?
૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કંથનની જ બલિહારી છે,
૧૫૭
૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે - નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો જ
૫૦ અહો ! મને તો કૃતઘ્ની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે !
૫૧ મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં.
પર હું કહું છું એમ કોઈ કરશો ? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો જ હે સત્પુરુષ ! તું મારી ઇચ્છા કરજે.
ઇશે.
૫૩ સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો !
૫૪ દેવદેવીની તુષમાનતાને શું કરીશું ? જગતની તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સત્પુરુષની
૫૫ હું સચ્ચિદાનંદ પરમાત્મા છું.
પદ્મ એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે.
૫૭ તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો.
૫૮ જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે.
૫૯ જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી.
૬૦ નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે.
૬૧ સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે.
કર એ જ ભાગ્યશાલી કે જે દુભાગ્યશાલીની દયા ખાય છે.
૬૩ શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે.
૬૪ સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો.
૬૫ પરિગ્રહની મૂર્ધા પાપનું મૂળ છે.
૬૬ જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે નૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે.
૬૭ જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ.
૬૮ સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ.
૬૯ અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે,
૭૦ વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં.
૭૧ એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
કર ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ
શલ્ય છે. શોકનો સંભારવો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી.
૭૩ જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ.