________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
૧૬૫
૬ નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે. ૭ જે કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઇચ્છા રહેવા દેવી જોઈતી નથી.
૮ મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો 'ચરણકરણાનુયોગ' વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો 'ધર્મકથાનુયોગ' વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો 'ગણિતાનુયોગ' વિચારવો યોગ્ય છે.
હું કોઈ પણ કામની નિરાશા ઇચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ કરવાથી સંતોષી રહેવાશે.
૧૦ પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે સજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ
૧૧ તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય,
ત
૧૨ એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળના અસમાધિમરણ ટળશે,
૧૩ સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે.
સુજ્ઞ શ્રી ચત્રભુજ બેચર,
પત્રનો ઉત્તર નથી લખી શક્યો.
܀܀܀܀
૨૬
વવાણિયા બંદર, ૧૯૪૩
તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે.
મહાશય,
સાવચેતી શૂરાનું ભૂષણ છે.
જિનાય નમઃ
૨૭
મુંબઈ, સં. ૧૯૪૩
તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તોપણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇ લખી શકું છું. હું કેવળ હ્રદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું.
હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું.
આશુપ્રજ્ઞ રાજચંદ્ર
દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, જે ધર્મ પ્રવર્તાવીશ જ.