________________
૧૬૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કેટલાક જીવ નરકગતિમાં, કેટલાક નિર્યચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં, એમ જાવો રહેલા છે. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જીવો ચાર પ્રકારે સમજી શકાય છે. અપૂર્ણ)
܀܀܀܀܀
૨૪
જીવાજીવ વિભક્તિ
જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક્ પ્રકારે સંયમમાં પ્રયત્ન કરે.
જીવ અને અજીવ (જ્યાં હોય તેને) લોક કહેલો છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહેલો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વર્ડ કરીને જીવ તેમ જ અજીવનો બોધ થઈ શકે છે.
રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય છે. અરૂપી દશ પ્રકારે તેમ જ રૂપી ચાર પ્રકારે કહેલાં છે. ધર્માસ્તિકાય, તેનો દેશ, અને તેના પ્રદેશ; અધર્માસ્તિકાય, તેનો દેશ, અને તેના પ્રદેશ; આકાશ, તેનો દેશ, અને તેના પ્રદેશ; અદ્ધાસમય કાળતત્ત્વ; એમ અરૂપીના દશ પ્રકાર થાય.
ધર્મ અને અધર્મ એ બન્ને લોકપ્રમાણ કહેલાં છે.
આકાશ લોકાલોકપ્રમાણ અને અસમય સમયક્ષેત્ર-પ્રમાણ છે, ધર્મ, અધર્મ અને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે.
નિરંતરની ઉત્પત્તિ લેતાં સમય પણ એ જ પ્રમાણે છે. સંતતિ એક કાર્યની અપેક્ષાએ સાદિસાંત છે. સ્કંધ, સ્કંદેશ, તેના પ્રદેશ અને પરમાણુ એમ રૂપી અજીવ ચાર પ્રકારે છે.
પરમાણુઓ એકત્ર થાય, પૃથક થાય તે સ્કંધ, તેનો વિભાગ તે દેશ, તેનો છેવટનો અભિન્ન અંશ તે પ્રદેશ. લોકના એક દેશમાં તે ક્ષેત્રી છે. કાળના વિભાગ તેના ચાર પ્રકારે કહેવાય છે.
નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસ્થિત છે. એક ક્ષેત્રની સ્થિતિની અપેક્ષાએ સાદિ સપર્યવસ્થિત છે.
[અપૂર્ણ]
૨૫
(ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૩૬)
કારતક, ૧૯૪૩
૧ પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.
૨ જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો.
૩ ક્રમે કરીને પછી તેની સિધિ કરો.
૪ અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.
૫ શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે.
૧. મનુષ્યક્ષેત્ર- અઢીદ્વીપ પ્રમાણ.