________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧ મું
૧૭૫
(અં) યોગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશો; પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશો નહીં.
(અ) ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તો, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું.
શાસ્ત્ર-સૂત્ર કેટલાં ?
૧. એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રો છે, અને તેની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું. એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે; અને તે બત્રીસ જ ભગવાનનાં બોધેલાં છે; બાકી મિશ્ર થઈ ગયાં છે; અને નિર્યુક્તિ ઇત્યાદિક પણ તેમ જ છે. માટે બત્રીસ માનવાં. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું.
બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચારોં વર્ષે થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણેઃ- ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મુળ, ૪ છેદ, ૧ આવશ્યક.
છેવટની ભલામણ
હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણો જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જોવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં; કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમાપુજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે; ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણી થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જો આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપનાં અંતઃકરણો વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારો આવતા રહેશે; તેં જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃદયમાં રહી જશે; માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધો, ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી. તેમ જ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી; તે સંબંધી જે વિચારો મને લાગ્યા હતા
[અપૂર્ણ મળેલ]