________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
૧૫૯
૧૦૫ પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ છે. નિઃ૦-એ નાગની છત્રછાયા વેળાનો પાર્મનાથ ઔર હતો
૧૦૬ ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહનેમીને બોધે છે તે બોધ મને પ્રાપ્ત થાઓ. ૧૦૭ ભોગ ભોગવતાં સુધી [જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી‚ મને યોગ જ પ્રાપ્ત રહો ।
૧૦૮ સર્વ શાસ્ત્રનું એક તત્ત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહંપદ નથી.
૧૦૯ ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે.
૧૧૦ પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે.
૧૧૧ ભર્તૃહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે.
૧૧૨ કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળાં ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે.
૧૧૩ તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે.
૧૧૪ શિથિલ બંધ દૃષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (-જો નિર્જરામાં આવે તો.) ૧૧૫ કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો.
૧૧૬ દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે.
૧૧૭ અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી.
૧૧૮ તું સત્પુરુષનો શિષ્ય છે.
૧૧૯ એ જ મારી આશા છે.
૧૨૦ મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો.
૧૨૧ કોઈ રાજેમતી જેવો વખત આવો.
૧૨૨ સત્પુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે.
૧૨૩ સંસ્થાનવિચયધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો.
૧૨૪ આત્મા જેવો કોઈ દેવ નથી.
૧રપ કોણ ભાગ્યશાળી । અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરાંત જ
૧૨૬ કોઈની આજીવિકા તોડશો નહીં.
૨૨
સ્વરોદય જ્ઞાન
મુંબઈ, કારતક, ૧૯૪૩
આ ગ્રંથ ‘સ્વરોદય જ્ઞાન' વાંચનારના કરકમળમાં મૂકતાં તે વિષે કેટલીક પ્રસ્તાવના કરવી યોગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરું છું. 'સ્વરોદય જ્ઞાન'ની ભાષા અર્ધ હિંદી અને અર્ધ ગુજરાતી આપણે જોઈ શકીશું, તેના કા એ આત્માનુભવી માણસ હતા; પરંતુ બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી. એથી એમની આત્મશક્તિ કે યોગદાને કંઈ બાધા નથી; તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઈ ઇચ્છા પણ રહી હોય એમ નહીં હોવાથી પોતાને જે કંઈ અનુભવગમ્ય થયું છે, તેમાંનો લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બોધ જણાવી દેવો, એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે - અને એમ હોવાથી જ ભાષા કે છંદની ટાપટીપ અથવા યુક્તિપ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી..
જગત જ્યારે અનાદિ અનંત માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ભણીમાં વિસ્મયતા શું કરીએ ? આજ કદાપિ જડવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે - તો