________________
ht+p://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
શિક્ષાપાઠ ૧૦૨. વિવિધ પ્રશ્નો-ભાગ ૧
૧
આજે તમને હું કેટલાંક પ્રશ્નો નિશ્ચપ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું.
પ્ર૦- કહો, ધર્મની અગત્ય શી છે ?
ઉ- અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે.
પુ" જીવ પહેલો કે કર્મ ?
૧૨૯
ઉ- બન્ને અનાદિ છે જ; જીવ પહેલો હોય તો એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલાં કહો તો જીવ વિના કર્મ કર્યા કોણ ? એ ન્યાયથી બન્ને અનાદિ છે જ,
પ્ર- જીવ રૂપી કે અરૂપી ?
ૐ- રૂપી પણ ખરો અને અરૂપી પણ ખરો,
પ્ર- રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી તે કહો.
ઉ- દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી.
પ્રશ્ન- દેહ નિમિત્ત શાથી છે ?
ઉ- સ્વકર્મના વિપાકથી.
પ્રશ્ન- કર્મની મુખ્ય પ્રકૃતિઓ કેટલી છે ?
60-2416.
પ્ર- કઈ કઈ ?
ઉ- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય.
પ્ર- એ આઠે કર્મની સામાન્ય સમજ કહો.
ઉ- જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે તે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન કરે તે વંદનીય એટલે ટૈડનિમિત્તે શાતા, અશાતા બે પ્રકારનાં વૈદીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે. મોહનીયકર્મથી આત્મચારિત્રરૂપ શક્તિ રોકાઈ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. ગોત્રકર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રોકાઈ રહી છે. આયુકર્મથી અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગશક્તિ રોકાઈ રહી છે.
કરે છે.
܀܀܀
શિક્ષાપાઠ ૧૦૩. વિવિધ પ્રશ્નો-ભાગ ૨
પ્ર- એ કર્મો ટળવાથી આત્મા ક્યાં જાય છે?
ઉ- અનંત અને શાશ્વત મોક્ષમાં.
૫- આ આત્માનો મોક્ષ કોઈ વાર થયો છે ?
Go- oll.
પ્ર- કારણ ?
ઉ- મોક્ષ થયેલો આત્મા કર્મમલરહિત છે. એથી પુનર્જન્મ એને નથી.
પ્ર- કૈવલીનાં લક્ષણ શું ?
ઉ- ચાર ઘનઘાતી કર્મનો ક્ષય અને ચાર કર્મને પાતળાં પાડી જે પુરુષ ત્રયોદશ ગુણસ્થાનકવર્તી વિહાર