________________
૧૨૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
અનાદિપણું જતું રહે છે એ છઠ્ઠી શંકા. કેવળ ધ્રુવ વિઘ્નરૂપે છે એમ કહો તો ચાર્વાકમિશ્ર વચન થયું એ સાતમો દોષ. ઉત્પત્તિ અને વિઘ્નરૂપ કહેશો તો કેવળ ચાર્વાકનો સિદ્ધાંત એ આઠમો દોષ. ઉત્પત્તિની ના, વિઘ્નતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી એના પુનઃરૂપે છ દોષ. એટલે સરવાળે ચૌદ દોષ. કેવળ ધ્રુવતા જતાં તીર્થંકરનાં વચન ત્રુટી જાય એ પંદરમો દોષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સર્વજ્ઞ વચન ત્રુટી જાય એ સોળમો દોષ, ઉત્પત્તિ વિઘ્નરૂપે પાપપુણ્યાદિકનો અભાવ એટલે ધર્મધર્મ સઘળું ગયું એ સત્તરમો દોષ, ઉત્પત્તિ વિઘ્ન અને સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમો દોષ,
શિક્ષાપાઠ ૮૯. તત્ત્વાવબોધ-ભાગ ૮
એટલા દોષ એ કથનો સિદ્ધ ન થતાં આવે છે, એક જૈનમુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા પછી યોજના કરતાં કરતાં આ લબ્ધિવાક્યની જીવ પર યોજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બન્ને ભાવ જીવ પર નહીં ઊતરી શકે. લબ્ધિવાક્યો પણ ક્લેશરૂપ થઈ પડશે. દિ એ ભણી મારી કંઈ તિરસ્કારની દૃષ્ટિ નથી. આના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અસ્તિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી, એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય; તેમ વળી હું કંઈ સ્યાદ્વાદ શૈલીનો યથાર્થ જાણનાર નથી. મંદમતિથી લેશ ભાગ જાણું છું, નાસ્તિ અસ્તિ નય પણ આપે શૈલીપૂર્વક ઉતાર્યો નથી એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળો.
ની..
ઉત્પત્તિમાં ‘ના’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવ અનાદિ અનંત છે. વિઘ્નતામાં 'ના' એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે 'એનો કોઈ કાળે નાશ નથી, ધ્રુવતામાં ‘ના’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે “એક દેહમાં તે સદૈવને માટે રહેનાર
܀܀܀܀
શિક્ષાપાઠ ૯૦. તત્ત્વાવબોધ-ભાગ ૯
ઉત્પત્તિમાં ‘હા’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવનો મોક્ષ થતાં સુધી એક દેહમાંથી ચ્યવન પામી તે બીજા દેહમાં ઉપજે છે.
વિઘ્નતામાં ‘હા’ એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યો, ત્યાંથી વિઘ્ન પામ્યો; વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણ વડે રૂંધાઈ રહી છે'. એ રૂપે વિઘ્નતા યોજી શકાય છે.
ધ્રુવતામાં 'હા' એવી જે યોજના કહી છે તે એમ યથાર્થ થઈ શકે કે "દ્રવ્ય કરી જીવ કોઈ કાળે નાશરૂપ નથી ત્રિકાળ સિવ છે.
હવે એથી કરીને યોજેલા દોષ પણ હું ધારું છું કે ટળી જશે.
૧. જીવ વિઘ્નરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલો દોષ ટળ્યો.
૨. ઉત્પત્તિ, વિઘ્નતા અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું એ બીજો
દોષ ગયો.
૩. જીવના સત્યસ્વરૂપે ધ્રુવતા સિદ્ધ થઈ એટલે વિઘ્નતા ગઈ. એ ત્રીજો દોષ ગયો.
૪. દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ એ ચોથો દોષ ગયો.