________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૮૫
રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, ‘આય' એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ, અને “ઇક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આર્ત્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાનનો ત્યાગ કરીને, મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે.
મનના પુદ્ગલ 'દોરંગી" છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશપાતાલના ઘાટ ઘડ્યા કરે છે. તેમ જ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઇત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીશ દોષ ઉત્પન્ન થાય છે, દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દોષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે.
મનના દશ દોષ કહું છું.
૧. અવિવેકદોષ- સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એવો વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું ? આથી તે કોણ તર્યું હશે ? એવા વિકલ્પનું નામ “અવિવેકદોષ'.
૨. યશોવાંછાદોષ- પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્યો જાણે તો પ્રશંસા કરે તે ઇચ્છાએ સામાયિક કરે છ∞ તે યશોવછાદોષ.
તે
૩. ધનવાંછાદોષ- ધનની ઇચ્છાએ સામાયિક કરવું તે ‘ધનવાંછાદોષ’.
૪. ગર્વદોષ- મને લોકો ધર્મી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું ? એ ‘ગર્વદોષ’.
૫. ભયદોષ- હું શ્રાવકકુળમાં જન્મ્યો છું; મને લોકો મોટા તરીકે માન દે છે, અને જો સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતો; એથી નિંદા થશે એ ‘ભયદોષ’.
એ ‘ભયદો
૬. નિદાનદોષ- સામાયિક કરીને તેનાં ફળથી ધન, સ્ત્રી, પુત્રાદિક મેળવવાનું ઇચ્છે તે 'નિદાનદોષ'.
૭. સંશયદોષ- સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય ? એ વિકલ્પ તે ‘સંશયદોષ.’
૮. કષાયદોષ- સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કંઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લોભમાં
વૃત્તિ ધરે તે ‘કષાયદોષ.'
૯. અવિનયદોષ- વિનય વગર સામાયિક કરે તે ‘અવિનયદોષ’.
૧૦. અબહુમાનદોષ- ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે 'અબહુમાનદોષ.'
શિક્ષાપાઠ ૩૮. સામાયિકવિચાર-ભાગ ૨
દશ દોષ મનના કહ્યા; હવે વચનના દશ દોષ કહું છું.
૧. કુબોલદોષ- સામાયિકમાં કુવચન બોલવું તે ‘કુબોલદોષ’.
૨. સસાત્કારદોષ- સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાક્ય બોલવું તે ‘સસાત્કારદોષ.’
3. અસદારોપણદોષ- બીજાને ખોટો બોધ આપે તે ‘અસદારોપણદોષ.'
૪. નિરપેક્ષદોષ- સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાક્ય બોલે તે ‘નિરપેક્ષદોષ’.
૫. સંક્ષેપદોષ- સૂત્રના પાઠ ઇત્યાદિક ટૂંકામાં બોલી નાખે; અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે 'સંક્ષેપદોષ', ૬. ક્લેશદોષ- કોઈથી કંકાસ કરે તે ક્લેશદોષ’
દ્વિત આવ પાઠાઃ-૧. 'તરંગી'.