________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૯૩
જ છે. તૃષ્ણા એ સંસારવૃક્ષનું બીજ છે. એનો હે જીવ, તારે શું ખપ છે ? વિદ્યા લેતાં તું વિષયમાં પડી ગયો; વિષયમાં પડવાર્થી આ ઉપાધિમાં પડ્યો; ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણાસમુદ્રના તરંગમાં તું પડ્યો. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એનો ત્યાગ કરવો ઉચિત છે. સત્ય સંતોષ જેવું નિરુપાધિ સુખ એક્કે નથી. એમ વિચારતાં વિચારતાં તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં ને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વાત્માનો વિચાર કરી શક્યો. અપૂર્વશ્રેણિએ ચઢી તે કેવલ્યજ્ઞાનને પામ્યો કહેવાય છે.
તૃષ્ણા કેવી કનિષ્ઠ વસ્તુ છે ! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણા આકાશના જેવી અનંત છે. નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતોષ એ જ કલ્પવૃક્ષ છે; અને એ જ માત્ર મનોવાંછિતના પૂર્ણ કરે છે.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૪૯. તૃષ્ણાની વિચિત્રતા
(મનહરછંદ)
(એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શૈહાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિનાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. ૧ (૨)
કરોચળી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સૂંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ઼ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. ર (3)
કરોડોના કરજના શિર પર ડંકા વાગે.
રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને;
પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો,
પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને.
MID:
Audio