________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૦૧
મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણા હોવાથી અત્યગ્ર ઉદ્યમાદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને ‘લહેરી’” સાધનોથી મનુષ્યનાં મન હરણ કર્યાં. દુનિયા મોહિનીમાં તો મૂળે ડૂબી પડી છે; એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનનો બોધ ખોસી દીધો, પોતાનો મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાએ અને પોતાની અપૂર્ણતા ઇત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પોતાને ન રુચ્યું એટલે તેણે જુદો જ રાહ કાઢ્યો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ, ચાર પાંચ પેઢી એકનો એક ધર્મ પાળ્યો એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું.
શિક્ષાપાઠ ૬૦. ધર્મના મતભેદ-ભાગ ૩
જો એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તો બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં; એ માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેનાં તત્ત્વપ્રમાણથી બીજા મતોની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ.
એ બીજા ધર્મમતોમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારો નથી. કેટલાક જગત્કર્તાનો બોધ કરે છે. પણ જગકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતો નથી. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે. તેમજ ક્રિયાથી મોક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન, ક્રિયા એ બન્નેથી મોક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેના ભેદ શ્રેણિબંધ નથી કહી શક્યા એ જ એમની સર્વજ્ઞતાની ખામી જણાઈ આવે છે, સન્દેવતત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષણોથી એ ધર્મમતસ્થાપકો રહિત નહોતા એમ એઓનાં ગૂંથેલાં ચરિત્રો પરથી પણ તત્ત્વની દૃષ્ટિએ દેખાય છે. કેટલાક મતોમાં હિંસા, અબ્રહ્મચર્ય ઇ∞ અપવિત્ર વિષયોનો બોધ છે તે તો સહજમાં અપૂર્ણ અને સરાગીનાં સ્થાપેલાં જોવામાં આવે છે. કોઈએ એમાં સર્વવ્યાપક મોક્ષ, કોઈએ કંઈ નહીં એ રૂપ મોક્ષ, કોઈએ સાકાર મોક્ષ અને કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ માન્યો છે; પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. “એઓના અપૂર્ણ વિચારોનું ખંડન યથાર્થ જોવા જેવું છે અને તે નિર્પ્રથ આચાર્યોનાં ગૂંથેલાં શાસ્ત્રોથી મળી શકશે.'
વેદ સિવાયના બીજા મતોના પ્રવર્તકો, એમના ચરિત્રો, વિચારો ઇત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વેદે. પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી બેધડકતાથી વાત મર્મમાં નાંખી ગંભીર ડોળ પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતો વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે.’
જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તોપણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એના જેવાં પૂર્ણ એક્કેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કોટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એવો સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય.
દ્વિત આ પાઠા-૧ ‘લોકેચ્છિત’ ર. ‘એઓના વિચારોનું અપૂર્ણપણું નિસ્પૃહ તત્ત્વવેત્તાઓએ દર્શાવ્યું છે તે યથાસ્થિત જાણવું યોગ્ય છે.' ૩. 'વર્તમાનમાં જે વેદો છે તે ઘણા પ્રાચીન ગ્રન્થો છે તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હોવાથી અપૂર્ણ છે, તેમજ સરાગીનાં વાક્ય છે એમ સ્પષ્ટ જણાય છે.’