________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૦૯
૫. કુડ્યાંતર- ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હોય ને સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે.
૬. પૂર્વક્રીડા- પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં; તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે.
૭. પ્રીત- દૂધ, દહીં, ધૃતાદિ મધુરા અને ચીકાશવાળા પદાર્થોનો બહુધા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે; માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં.
૮. અતિમાત્રાાર- પેટ ભરીને આહાર કરવો નહીં; તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં. એથી પણ વિકાર વધે છે.
છે.
૯. વિભૂષણ- સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં, એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય
એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાંભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે.
܀܀܀܀
શિક્ષાપાઠ ૭૦. સનતકુમાર-ભાગ ૧
ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય ? સનતકુમાર એ ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સુધર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને એ વાત રુચી નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું એટલે ચક્રવર્તીએ પૂછ્યું; તમે માથું શા માટે ધુણાવ્યું ? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બાહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઊપજ્યો. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે; એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનતકુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવાયોગ્ય છે. અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું. ત્યારે પછી અમે રાજસભામાં આવીશું, એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.
સનતકુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકારો ધારણ કર્યાં. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યના ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યા છે તેમજ વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિષ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું. અહો બ્રાહ્મણો ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે, તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિષે કહ્યું કે,