________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૦૩
વહીવટિયા ત્યાં બેઠેલા જોયા. તેઓ પણ માયાળુ, વિનયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં આવ્યા. એથી તે બહુ સંતુષ્ટ થયો. એનું મન અહીં કંઈક સંતોષાયું. સુખી તો જગતમાં આ જ જણાય છે એમ તેને લાગ્યું.
શિક્ષાપાઠ કર. સુખ વિષે વિચાર-ભાગ ૨
૬૨.
કેવાં એનાં સુંદર ઘર છે ! તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે ! કેવી શાણી અને મનોજ્ઞા તેની સુશીલ સ્ત્રી છે ! તેના કેવા કાંતિમાન અને કહ્યાગરા પુત્રો છે ! કેવું સંપીલું તેનું કુટુંબ છે ! લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે ! આખા ભારતમાં એના જેવો બીજો કોઈ સુખી નથી. હવે તપ કરીને જો હું માગું તો આ મહાધનાઢ્ય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં.
દિવસ વીતી ગયો અને રાત્રિ થઈ, સુવાનો વખત થયો. ધનાઢ્ય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા; પછી ધનો વિપ્રને આગમન કારણ કહેવા વિનંતી કરી.
હું
વિપ્ર- હું ઘેરથી એવો વિચાર કરી નીકળ્યો હતો કે બધાથી વધારે સુખી કોણ છે તે જોવું, અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું. આખા ભારત અને તેનાં સઘળાં રમણીય સ્થળો જોયાં, પરંતુ કોઈ રાજાધિરાજને ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. જ્યાં જોયું ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જોવામાં આવી. આ ભણી આવતાં આપની પ્રશંસા સાંભળી, એટલે હું અહીં આવ્યો. અને સંતોષ પણ પામ્યો. આપના જેવી રિદ્ધિ, સત્પુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જોવામાં ક્યાંય આવ્યું નથી. આપ પોતે પણ ધર્મશીલ, સદ્ગુણી અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છો. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ બીજે નથી, ભારતમાં આપ વિશેષ સુખી છો, ઉપાસના કરીને કદાપિ દેવ કને થાચું તો આપના જેવી સુખસ્થિતિ થાચું.
ધનાઢ્ય- પંડિતજી, આપ એક બહુ મર્મભરેલા વિચારથી નીકળ્યા છો; એટલે અવશ્ય આપને જેમ છે તેમ સ્વાનુભવી વાત કહું છું; પછી જેમ તમારી ઇચ્છા થાય તેમ કરજો. મારે ત્યાં આપે જે જે સુખ જોયાં તે તે સુખ ભારતસંબંધમાં ક્યાંય નથી એ આપે કહ્યું તો તેમ હશે; પણ ખરું એ મને સંભવતું નથી; મારો સિદ્ધાંત આવો છે કે જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુઓ છો પણ વાસ્તવિક રીતે હું સુખી નથી.
વિપ્ર- આપનું આ કહેવું કોઈ અનુભવસિદ્ધ અને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયાં છે; છતાં મર્મપૂર્વક વિચારો આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધો નથી. તેમ મને એવો અનુભવ સર્વને માટે થઈને થયો નથી. હવે આપને શું દુઃખ છે તે મને કહો.
ધનાઢ્ય- પંડિતજી, આપની ઇચ્છા છે તો હું કહું છું તે લક્ષપૂર્વક મનન કરવા જેવું છે; અને એ ઉપરથી કંઈ રસ્તો પામવા જેવું છે.
શિક્ષાપાઠ ૬૩. સુખ વિષે વિચાર-ભાગ ૩
જે સ્થિતિ હમણાં મારી આપ જુઓ છો તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ અને સ્ત્રી સંબંધમાં આગળ પણ હતી, જે વખતની હું વાત કરું છું, તે વખતને લગભગ વીશ વર્ષ થયાં, વ્યાપાર અને વૈભવની બહોળાશ એ સઘળું વહીવટ અવળો પડવાથી ઘટવા મંડ્યું. કોટ્યાવધિ કહેવાતો હું ઉપરાચાપરી ખોટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરનો માત્ર ત્રણ વર્ષમાં થઈ પડ્યો. જ્યાં કેવળ સવળું ધારીને નાખ્યું હતું ત્યાં અવળું પડ્યું, એવામાં મારી સ્ત્રી પણ ગુજરી ગઈ. તે વખતમાં મને કંઈ સંતાન નહોતું. જબરી ખોટોને લીધે મારે અહીંથી નીકળી જવું પડ્યું. મારા કુટુંબીઓએ થતી રક્ષા કરી; પરંતુ તે આભ ફાટ્યાનું થીગડું હતું. અન્નને અને દાંતને વેર થવાની