________________
http://www.ShrimadRajchandra.org
૯૬
શ્રીમદ્ રાજચંદ્ર
અધિકાર કરતાં ઊલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે, તેટલો જ બલકે તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવર્તી ભોગથી જેટલો રસ લે છે, તેટલો જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે, તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જન્મ્યાં છે અને બન્ને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બન્ને ગ્રાહિત છે. દ્રવ્ય ચક્રવર્તી સમર્થ છે, મહાપુણ્યશાળી છે, શાતા વેદની ભોગવે છે, અને ભુંડ બિચારું અશાતાવેદની ભોગવી રહ્યું છે. બન્નેને અશાતા-શાતા પણ છે; પરંતુ ચક્રવર્તી મહા સમર્થ છે. પણ જો એ જીવનપર્યંત મોહાંધ રહ્યો તો સઘળી ખાજી હારી જવા જેવું કરે છે. ભૂંડને પણ તેમ જ છે. ચક્રવર્તી શ્લાધાપુરુષ હોવાથી ભૂંડથી એ રૂપે એની તુલના જ નથી; પરંતુ આ સ્વરૂપે છે. ભોગ ભોગવવામાં પણ બન્ને તુચ્છ છે; બન્નેનાં શરીર પરુ માંસાદિકનાં છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ ? એ સુખ નથી, છતાં સુખ ગણો તો જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ, જોઈને જ્ઞાનીઓએ આ સંસારને સૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવાં જેવું નથી, ત્યાં દુ:ખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે.
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
܀܀܀܀
શિક્ષાપાઠ ૫૩. મહાવીરશાસન
હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યાં ૨૪૧૪ વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદિવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું. ત્રીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા; અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શન જવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર બોતેર વર્ષની લગભગ આયુ ભોગવી સર્વ કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન ચોવીશીના એ છેલ્લા જિનેશ્વર હતા.
એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચમકાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે. એમ ભગવતીસૂત્રમાં પ્રવચન છે.
આ કાળ દશ અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી.
જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્ત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે. અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે.
થઈ શકે.
વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે; પણ કાળપ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન
'વંશ નડાચ દેિમા' એવું ઉત્તરાધ્યયન સૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર (મહાવીરસ્વામી)ના શિષ્યો વાંકા ને જડ થશે; અને તેમની સત્યતા વિષે કોઈને બોલવું
૧. મોક્ષમાળા પ્રથમાવૃત્તિ વીર સંવત ૨૪૧૪ એટલે વિ.સં. ૧૯૪૪માં છપાઈ છે.