________________
૬૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સઘળું નામનિક્ષેપે જાણી શકાય છે. એ વડે આપણો આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મોરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મોહનિદ્રાથી જાગૃત થાય છે.
જિજ્ઞાસુ- મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી
જોઈએ એ હું માન્ય રાખું છું.
હું
સત્ય- જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે; ‘એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એઓના પુરુષાર્થનું સ્મરણ થાય એથી કલ્યાણ થાય છે. વગેરે વગેરે મેં માત્ર સામાન્ય કારણો યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકોને પણ સુખદાયક થાઓ.'
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૧૫. ભક્તિનો ઉપદેશ (તોટક છંદ)
શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભાજીને ભગવંત ભવંત લો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મનનાપ ઉત્તાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો. ભજીને ભાગવંત ણવંત લહો. ર સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. ૩ મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો;
શુભ ભાવ વડે
નહિ એહ સમાન સુમંત્ર કહ્યું, ભજીને ભગવંત ભવંત લહો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દો, ભજીને ભગવંત ભવંત લહો. ૫
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૧૬. ખરી મહત્તા
Audio
કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે. કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે; કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે. કેટલાક અધિકારથી મહા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એઓ જેમાં મહત્તા હરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો પર આજ્ઞા, વૈભવ, સઘળું મળે છે અને એ મહત્તા છે, એમ તમે માનતા હશો, પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલનપોષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવાં પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે ? અધિકારથી પરતંત્રતા કે અમલમદ
દ્વિત આવ પાહાર - ૧. 'તેમના પરમ ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઓનો ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણો અત્રે સંક્ષેપમાં કહ્યાં છે. તે આત્માર્થીઓએ વિશેષપણે મનન કરવા યોગ્ય છે.’