________________
૬૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
રાખનાર જે વસ્તુ તેનું નામ 'ધર્મ' કહેવાય છે. એ ધર્મતત્ત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય બે છે. ૧. વ્યવહારધર્મ. ર. નિશ્ચયધર્મ.
વ્યવહારધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો તે પણ દયાની રક્ષા વાસ્તે છે. દયાના આઠ ભેદ છે. દ્રવ્યદયા. ૨, ભાવદયા ૩. સ્વદયા, ૪. પરદયા. ૫. સ્વરૂપદયા. ૬, અનુબંધદયા. ૭, વ્યવહારદયા. ૮. નિશ્ચયદયા,
તે
૧. પ્રથમ દ્રવ્યદયા કોઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે ‘દ્રવ્યદયા”.
૨. બીજી ભાવદયા-બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવો તે ‘ભાવદયા’.
૧.
૩. ત્રીજી સ્વદયા-આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવો તે ‘સ્વદયા’.
૪. ચોથી પરદયા-છકાય જીવની રક્ષા કરવી તે “પરદયા.
૫. પાંચમી સ્વરૂપદયા- સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે “સ્વરૂપદયા’.
૬. છઠ્ઠી અનુબંધદયા-ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે તે દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ ‘અનુબંધદયા’.
૭. સાતમી વ્યવહારદયા-ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ ‘વ્યવહારદયા’.
૮. આઠમી નિશ્ચયદયા-શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ તે 'નિશ્ચયદયા,‘
એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ, અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે.
બીજા નિશ્ચયધર્મ-પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસાર તે મારો નથી, હું એથી ભિન્ન, પરમ અસંગ સિદ્ધસદૃશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવવર્તના તે નિશ્ચયધર્મ છે.
જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી. અહત્ ભગવાનના કહેલા ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે.
શિક્ષાપાઠ ૧૦. સદ્ગુરુતત્ત્વ-ભાગ ૧
પિતા- પુત્ર ! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે તે શાળાનો શિક્ષક કોણ છે ?
પુત્ર- પિતાજી, એક વિદ્વાન અને સમજુ બ્રાહ્મણ છે.
પિતા- તેની વાણી, ચાલચલગત વગેરે કેવા છે ?
પુત્ર- એનાં વચન બહુ મધુરાં છે. એ કોઈને અવિવેકથી બોલાવતા નથી અને બહુ ગંભીર છે. બોલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. કોઈનું અપમાન કરતા નથી; અને અમને સમજણથી શિક્ષા આપે છે.
પિતા- તું ત્યાં શા કારણે જાય છે તે મને કહે જોઈએ.
પુત્ર- આપ એમ કેમ કહો છો પિતાજી ? સંસારમાં વિચક્ષણ થવાને માટે યુક્તિઓ સમજું, વ્યવહારની નીતિ શીખું એટલા માટે થઈને આપ મને ત્યાં મોકલો છો,
પિતા- તારા એ શિક્ષક દુરાચરણી કે એવા હોત તો ?
પુત્ર- તો તો બહુ માઠું થાત. અમને અવિવેક અને કુવચન બોલતાં આવડત; વ્યવહારનીતિ તો પછી શીખવે પણ કોણ જ