________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
કે કેટલીક વનસ્પતિને ફળ આવે છે પણ ફૂલ આવતાં નથી, કેટલીક વનસ્પતિને કૂલ આવે છે પણ ફળ આવતાં નથી અને કેટલીક વનસ્પતિને ફળ અને ફૂલ બંને આવે છે. એટલે દરેક વર્ગની ત્રણ ત્રણ જાતિ ગણતાં અઢારભાર અથવા અઢાર વર્ગો ઠરાવવામાં આવે છે અને તેને લૌકિકમાં અઢાર ભાર વનસ્પતિ કહેવામાં આવે છે. એ અઢાર ભાર વનસ્પતિને જુદાં જુદાં નામ આપી તેના ગુણદોષનું વર્ણન કરવામાં આવે તે કાળના કાળ વહી જાય તે પણ તેને પાર આવે નહિ. પ્રાચીનકાળમાં રાધિઓના સમયમાં લેખનપદ્ધતિનું સાહિત્ય વર્તમાનના જેવું નહિ હોવાથી અને ચિકિત્સાશાસ જાણનારાઓને વનસ્પતિ વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન આપવું જરૂરનું હોવાથી, પૂર્વાચાર્યોએ જેમ ઘડામાં સમુદ્રને સમા બે ય અથવા ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે સ્થાલી મુલાકન્યાયવત્ એવી યુક્તિથી વનસ્પતિશાસ્ત્ર સમજાવ્યું છે કે, તે નિયમને અનુસરી વર્તનાર વેદ વનસ્પતિનું નામ કે ગુણ જાણ્યા સિવાય પિતાની બુદ્ધિ અને અનુમાનથી કઈ પણ વનસ્પતિને ઉપયોગમાં લઈ શકે. માત્ર વૈદ્યને પાંચ તત્તના, છ ત્રાતુઓના અને છ રસના ગુણધર્મનું જ્ઞાન હોવું જોઈએ.
આ જગતમાં દશ્યમાન થતી તમામ સ્થાવર અને જંગમ પ્રાણી જાતિઓ જેનાથી ઉત્પન્ન થયેલી છે અને જે આત્માને ભેગાદિ કર્મથી બાંધીને જન્મમરણના ફેરામાં અથડાવે છે, તેમ જે વસ્તુ આપણી આંખે દેખાય છે તે મૂળ પ્રકૃતિનું સ્થળભાવને પામેલું તત્ત્વ છે. જેને આપણે પંચભૂતના નામથી ઓળખીએ છીએ, એ પંચભૂતનું સુમ રૂપ તે પ્રકૃતિ કહેવાય છે. એ પ્રકતિને એક કણ જેનું બીજું નામ દ્રવ્ય કહેવામાં આવ્યું છે અને તે દ્રવ્યને ન્યાયશાસ્ત્રકારે દ્રવ્ય, ગુણ, પર્યાય અને ઉપલબ્ધિમાં ગોઠવી તેના સ્વરૂપગુણનું વર્ણન કરેલું છે. આપણે આ સ્થળે
For Private and Personal Use Only