________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર
૧૫
-
-
- -
-
-
-
-
-
-
-
-
---
-
- -
-
-
-
-
- - -
-
આર્યશાએ વનસ્પતિની અઢાર ભાર વનસ્પતિ છે એવી ગણના કરેલી છે; પરંતુ વર્તમાનકાળમાં જે પુસ્તક વનસ્પતિના ગુણદોષ જણાવવા માટે નિઘંટુના નામથી ઉપલબ્ધ થાય છે, તે જોતાં તેમાં અઢારભાર વનસ્પતિને ઉલેખ જોવામાં આવતું નથી તેમ જેટલી વનસ્પતિઓ આપણી આંખોથી દેખાય છે, તે સર્વનું વર્ણન કરેલું હાય, એવું જણાતું નથી; પણ માત્ર ચિકિત્સાશાસ્ત્રમાં વપરાતી ઘણીખરી વનસ્પતિને ઓળખાણ કરવામાં આવેલું છે, એટલે અઢારભાર વનસ્પતિની શોધ કરવી એ માત્ર કપના ઉપર આધાર રાખે છે; અત્રે અમે જે કલ્પના કરીએ છીએ તે કરતાં સારી, સચોટ અને બંધબેસતી કલ્પના કરવાનું આયુર્વેદના પં ડિત કે જેઓ વનસ્પતિશાસ્ત્રના જ્ઞાતા છે તેના ઉપર રાખી, અમે અમારી કપના આગળ ચલાવીએ છીએ.
ગુજરાતી ભાષામાં વીશ મણ વજનને માપને એક ભાર કહેવામાં આવે છે, તેથી ઘણા વંદે પૂછે છે કે, અઢારભાર વનસ્પતિ એટલે, એ કથા વજનનું નામ હશે? અમે પણ એ બાબતમાં ઘણુઓને પૂછયું પણ સંતોષકારક જવાબ નહિ મળવાથી આખરે એવી કલપના ઉપર આવ્યા છીએ કે, અઢારભાર એટલે એ વજન વાચક શબ્દ નથી, પરંતુ વર્ણવાચક શબ્દ છે. માટે વનસ્પતિના અઢાર વર્ગે અમે નીચે પ્રમાણે ઠરાવીએ છીએ.
૧. તૃણજાતિ (ઘાસ જેવી), ૨. સુપજાતિ (જમીન પર પથરાતી), ૩. છેડજાતિ (ડવા), ૪. વેલજાતિ (વેલ), પ. ગુલ્મજાત (નહિ વૃક્ષમાં અને નહિ વેલામાં), ૬. અને વૃક્ષ જાતિ (ઝાડ, એ પ્રમાણે મુખ્ય ભાગ પાડી શકાય છે અને આખી દુનિયાની વનસ્પતિને એ છ વર્ગમાં સમાવેશ થઈ જાય છે. હવે દરેક વર્ગમાં વનસ્પતિના વણ ત્રણ પ્રકાર જેવા માં આવે છે, જેવા
For Private and Personal Use Only