________________
પરિચ્છેદ
" સમ્યકત્વ-અધિકાર.' “તજાત્રતાનં સઘન એ પ્રમાણે આપી છે, એટલે કે તત્ત્વાથનું શ્રદ્ધાન એજ સમ્યગ્દર્શન છે, પદાર્થ જે અવસ્થાએ અવસ્થિત છે, તેના તેવાપણને જણાવવાનું તત્વ કહેવામાં આવે છે, અને તેને જે નિશ્ચય કરવામાં આવે તેને અર્થ કહેવામાં આવે છે, એ ઉભયના સમુચ્ચય સ્વરૂપને તત્વાર્થ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે, તાત્પર્ય એ છે કે જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે, તેને તેવા પ્રકારે ગ્રહણ કરવામાં અથવા નિશ્ચય કરવામાં તત્ત્વાર્થસંજ્ઞા સફળ થાય છે, અને વિપરીત અથ ગ્રહણમાં અતવાર્થ સફળ થાય છે. આ પ્રકારે સમ્યગ્દર્શનને સર્વ આધાર તત્ત્વાર્થ શ્રદ્ધાન ઉપર સૂત્રકાર રાખે છે, અને પ્રાયઃ જગત્ ઉપરના સવ પ્રચલિત ધર્મમાં શ્રદ્ધાન ઉપર અત્યંત ભાર મૂકીને પદે પદે પ્રકારમંતર કરવામાં આવ્યું છે, જેમ જૈનદર્શનમાં શ્રદ્ધાનને આખા દર્શનના અધિકરણરૂપ મુકવામાં આવ્યું છે, તેમ કાઈટે (ઈસુખ્રિસ્તે) પણ દર્શાવેલા મોક્ષમાર્ગની ઈમારતમાં શ્રદ્ધાનને પ્રથમ સ્થાન આપ્યું છે, તે ફેઈથે) શ્રદ્ધાનને સર્વોપરી પદ આપી તેમણે પણ જૈનદર્શનની સાથે એક વાક્યતા સિદ્ધ કરી આપી છે, અને અન્ય સર્વ શાસ્ત્રોમાં પ્રકારોતરે તેવું મહત્ત્વ દર્શાવ્યું છે, પરંતુ આ કહેવાતા સુધારાના કાળમાં જેમ અનેક રહસ્યવાળા શબ્દોને અંગે રહેલા અથ લુપ્ત થઈ ગયા છે, તેમ શ્રદ્ધના શબ્દોને અંગે રહેલું અત્યંત ગૂઢ અને મહાન રહસ્ય પણુ લુપ્ત થઈ ગયું લાગે છે. સંગીત જેવી ઉત્તમ વિઘા જેમ વેશ્યાના હાથમાં જતાં, પ્રેમ વ્યભિચારીના હાથમાં જતાં અને ભક્તિ ભ્રમિત ચિત્તવાળાના હાથમાં જતાં, જેમ પિતાના સ્વરૂપમાં રહેલા રહસ્ય ન ગુમાવી બેસે છે, તેમ શ્રદ્ધાન પણ અ-. વિવેકીના હાથમાં જતાં તેમાં રહેલા ઉત્તમ અર્થની અત્યંત અધમ પ્રકારે ક્ષતિ થયેલી જોવામાં આવે છે. સામાન્ય પ્રકારે શ્રદ્ધાન જે અર્થમાં જેની સમજે છે તે અર્થ શાસ્ત્રકારને સંમત હોય એ સંભવ નથી. જે શ્રદ્ધાનનું ફળ એક્ષપદ જેવું સર્વોત્તમ ફળ હોય તેને અથ જનસમાજ જે પ્રકારે તે સમજે છે તે પ્રકારે હવે સંભવત નથી; આ કાળે ઘણે ભાગે શ્રદ્ધાનો અર્થ માન્યતા (બીલીક) એ થતે જોવામાં આવે છે, “હું અમુક માનું છું અમુક વાતમાટે કબુલ છે.” “મને ફલાણી વસ્તુમાં શ્રદ્ધા છે, અમુક ગ્રંથમાં કહેલી વાત મારે માન્ય છે, અને તે સિવાય અનેક પ્રસંગે આપણે જે અર્થમાં માન્યતા સમજીએ છીએ; તેવા પ્રકારમાં શાસ્ત્રકારના શ્રદ્ધાનો અર્થ પણ સમજીએ છીએ, અને જેવી રીતે વહેવારની અમુક હકીકતે આપણને માન્ય છે, અને તેને સાચી માનીએ છીએ તેમ શાસ્ત્રકારે કહેલી વસ્તુસ્થિતિ પણ માન્ય હેવામાં અને તેમ હશે એમ સ્વીકારવામાં આપણે શ્રદ્ધાનમાં રહેલા રહસ્યની પરિ સમાપ્તિ સમજીએ છીએ; તેમજ તેટલા સ્વીકારની સાથે આપણે શ્રદ્ધાનમાં રહેલા રહસ્યની પ્રાપ્તિ કપી લઈ મેક્ષની રાહ જોઈ બેઠા છીએ, પરંતુ તેટલા સ્વીકારમાં શાસ્ત્રકારે ચતુર્થ ગુણ
સ્થાનકનું જે ગેરવ દર્શાવ્યું છે. તેનો સમાવેશ થાય છે કે કેમ અર્થાત્ તે સ્વીકાર શાસ્ત્રદષ્ટિએ સમ્મત છે કે કેમ? તેને તે પાછું વળીને વિચાર કરતા નથી,