________________
ધાખ્યાન સાહિત્યસ–ભાગ ૨ એ. બામ ૧૨૪૫૨૬૦ (બાર પંચા ને સાઠ) કન્યાથી વરની ઉમ્મર ફક્ત પાં
ચગણી છે. કાન્તા–વાહ વાહ! શું જમાઈ શેધવામાં કુશળતા વાપરી છે! શું બાર
વરસની બાલિકાને ગુણવાન માળીના કંઠમાં ન ધરતાં એક બાવળના ડુંઠાને અર્પણ કરવા જિજ્ઞાસા દર્શાવે છે? ચંદ્રમણિ જેવી ઉજવળ કન્યાદેવીને વૃદ્ધ જડસારૂપ જસતમાં જડી સુખી સંસારને લેશ પણ લહાવો ન લેવા દેતાં ઉલટી દુઃખરૂપી સમુદ્રમાં બિચારી અબેલ બાળાને ધકેલી પાડો છો ? અને નિશ્વાસથી જીવતા બળી મરવા કન્યાવિકયની ચિતા ખડકી નિર્દોષ પુત્રીનું જીવિત શું ધળ કરવા ચાહે છે? નિર્મળ જળની વહેતી દિવ્ય સરિતા જેવી કન્યાને વેચી કરી તમારા પેટને બળીદાન આપવા મંગળ કન્યાની વિક્રયના હોમમાં આહુતિ આપતાં જરા પણ અચકાતા નથી? શું “બીવી મીયાં જોગ તે મીયાં કબર જગ” એ કહેવત પ્રમાણે નાની બાર વર્ષની બાળિકાને સાઠ વરસના ડોસા સાથે પરણાવી મડાસાથે મીંઢળ બાંધવા જેવું નથી બનતું? અને ચેરીમાંજ કન્યાદાનને બદલે રંડાપો આપવા જેવું થતું
નથી? કૃપણુશા-હવે બૅસ બેસ! વધુ ગડબડ કરી છે તે આ સોટીને સ્વાધીન
થઈશ. અઢી હજાર રૂપિયા વગર મહેનતે ઘેર બેઠાં મળે છતાં એ મૂખ કેણ હોય કે તે રૂપિયાને તજી દીયે! શું લક્ષ્મી ચાંલ્લે કરવા આવે ત્યારે મોટું જોવા જવું? ના ના તે કદી પણ બનશે જ નહિ. અત્યારે તે પૈસા એજ દાઢ પરમેશ્વર છે. એક કવિ કહે છે કે –
વસંતતિલકા છંદ. આ સૃષ્ટિ તે સુજન સર્વ ને વસે છે; દ્રવ્યા કારણ બધાં દુખમાં ધસે છે; જે હોય દ્રવ્ય બહુ તે સુખ સર્વ પામે;
તેના વિના કવિ કહે દુખ ઠામ ઠામે. ખરેખર પિસાની તે બલિહારી છે. જે પૈસે હોય તે મા, બાપ, ભાઈ, કુટુમ્બ, કબીલે, સગાં, નેહી વગેરે મારાપણું બતાવી સેવામાં હાજર રહે છે. જે પૈસે હોય તે નાતજાતમાં પણ અગ્રેસરપણું મળે છે અને જે પૈસે હોય તે મોટી મોટી પરિષદોમાં પણ પ્રમુખસ્થાન મળે છે. સમજી? વળી આપણામાં કહેવત છે કે “ સો એ મનુષ્યનું અગીઆરમું પ્રાણ છે” લહમીદેવીની અકૃપાથી કેવી દશા થાય છે એ તને ખબર છે? જે સાંભળ?