________________
સંપદ્વિપસંબંધ-અધિકાર.
૪૫ યાચિત રીતે કુશળતાપૂર્વક વ્યતીત કર, તેજ જ્ઞાની મનુષ્યનું કર્તવ્ય છે, એ કર્તવ્ય જણાવવા સારૂ આ અધિકારની મદદ લીધી છે.
સંપત્તિ તથા વિપત્તિમાં-સુખદુઃખમાં વર્તવાની રીતિ.
મનુટુમ્ (થી ૬). दुःखे दुःखाधिकान्पश्येत्, सुखे पश्येत्सुखाधिकान् ।
आत्मानं शोकहर्षाभ्यां, शत्रुभ्यामिव नार्पयेत् ॥ १॥ દુખ પ્રાપ્ત થાય ત્યારે (આપત્તિને સમયે) વિશેષ દુઃખીઓને જોઈ શોક ન કરતાં શાંત રહેવું. તેમજ સુખની પ્રાપ્તિને સમયે (સંપત્તિમાં) અધિક સુખવાળાઓ તરફ જોઈ હર્ષિત ન થવું. જેમ કેઈ પણ મનુષ્ય શત્રુઓને વિશ્વાસ ન કરે તેમજ શેક અને હર્ષને સ્વાધીન આત્માને થવા દે નહિ. (જેમ જાણતા છતાં કોઈ પણ મનુષ્ય શત્રુને વશ થાય તે તેમના જે મૂખ કોણ? તેમજ શેક, હર્ષને વશ થનારને પણ મૂજ જાણો) માટે જ્ઞાની મનુષ્ય શેક અને હર્ષને વશ થવું યોગ્ય નથી. ૧. શેક અને હર્ષને વશ નહિ થવાનું કારણ બતાવવામાં આવે છે. -
कार्यः सम्पदि नानन्दः, पूर्वपुण्यभिदे हि सा ।
नैवापदि विषादश्च, सा हि पापापपिष्टये ॥२॥ સંપત્તિમાં આનંદ માનવા જેવું નથી કારણકે તે સંપત્તિ પૂર્વોપાર્જિત પુણ્યના ક્ષયને માટે જ છે. તેમજ વિપત્તિમાં ખેદ ન કરે કારણકે તે વિપત્તિજ પૂર્વના પાપનું ચૂર્ણ કરવા માટે છે (આ સંબંધમાં જ્ઞાનીએ વિચારવા જેવું છે કે પુણ્યના ક્ષયથી આનંદ માનો કે પાપના ક્ષયથી ? જે જોવામાં આનંદપ્રદ છે તે વિચારદષ્ટિયે પરિણામે શેકના સ્થાનરૂપ છે અને જે દશ્યમાં શેકપ્રદ છે તે પરિણામે હર્ષપ્રદ થાય છે. તેથી બન્નેમાંથી કેાની અપેક્ષા અને ઉપેક્ષા કરવા જેવું છે? આટલા માટે જ જ્ઞાનીઓ બંનેમાંથી એકને પણ વશ થતા નથી). ૨.
હિતકર પણ અહિતકર થઈ જાય છે. आपदामापतन्तीनां, हितोऽप्यायाति हेतुताम् । मातृजचा हि वत्सस्य, मेढीभवति बन्धने॥३॥