________________
www
૫૭૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. દુનિઆને ખરે દોસ્તદાર, મેક્ષમાર્ગને ભોમિઓ (મુક્તિ માસ્ટર). વિશેષ અભિપ્રાય લખવા માટે મારે ક્યા ક્યા શબ્દો ગોઠવવા જોઈએ તે વિષે એજ ગ્રંથમાં તપાસવું ઠીક પડશે. વિગેરે.
શાસ્ત્રવિશારદ જેનાચાર્ય, શ્રીવિજયધર્મસૂરિજીના શિષ્ય,
શ્રીરવિજયજી–એશીઆ,
આ ગ્રંથ વાંચતાં અંતઃકરણમાં શાંતિ ઉત્પન્ન થાય છે, તેમજ આ વિષે જેટલું લખાય તે ઘણું જ ઓછું છે. તે પણ ટુંકામાં બે બેલ લખું છું કે આ ગ્રંથ પઠિત બાળકેથી આરંભીને તે સાક્ષરશિરોમણિઓને પણ સ્તુતિપદ થયો અને હવે પછી પણ થશે.
મનુષ્યજન્મ પામીને માન પ્રતિષ્ઠા તથા મેક્ષલક્ષ્મી મેળવવા ઈછા હોય તો આ ગ્રંથ વાંચીને તે પ્રમાણે વર્તન કરો. તેમજ પાઠશાળા અને કન્યાશાળામાં આ પુસ્તકે ભેટતરીકે અપે કે જેથી પુત્રો તથા પુત્રીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચે.
આ ગ્રંથ જૂદા જૂદા ગ્રંથરૂપી સમુદ્રમાંથી અમૂલ્ય કાવ્યરૂપી રત્ન એકઠાં કરીને જગનું કલ્યાણ કરવા સારૂ એકબીજા પાસે રંગબેરંગી ગુંથેલ છે કે જેને પ્રકાશ ઈન્દ્રધનુષસમાન ભાસે છે તે પ્રકાશની મદદથી દરેક મનુષ્યને જગતમાંથી સર્વસ્તુ શોધી લેવા ભલામણ કરવામાં આવે છે. અર્થાત્ આ ગ્રંથ બહુ ઉપયોગી છે.
સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ આત્મારામજી” મહારાજના શિષ્ય, રત–પ્રવર્તકજી શ્રીકાંતિવિજયજી,
પાટણ-ગુજરાત,
મુનિરાજ શ્રીવિનયવિજયજી મહારાજને માલુમ થાય કે આપે વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથની રચના કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે, તે પ્રશંસાપાત્ર છે. આ ગ્રંથ જૈન તથા જૈનેતર વર્ગને ઘણેજ ઉપયોગી થઈ પડયો છે અને હજુ પણ ઘણું સાહિત્યપ્રેમી સજજનોને ઉપયોગી થઈ પડશે એવી ખાસ મારી માન્યતા છે.
સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ આત્મારામ” મહારાજના પ્રશિષ્ય,
શાંત મૂર્તાિ પરોપકારી, શ્રીમાન્ શ્રીહંસવિજયજી મહારાજ,
તથા પંન્યાસજી શ્રીસંપત્તવિજયજી મહારાજ,
વડનગર-માળવા.