Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devchand Damji Sheth

View full book text
Previous | Next

Page 623
________________ અભિપ્રાયે, પલ ઉપયોગી થવા સંભવ છે, સાધુ સાધ્વીઓને વ્યાખ્યાનમાં ઉપયોગ કરવા લાયક છે, સેંકડે ઉમદા ગ્રંથમાંથી આ ગ્રંથ રસમય ચુંટણી છે. ઢોરોનાં વૃત્તનાં લક્ષણો આપી ગ્રંથની ઉપયોગિતામાં ઓર વધારે કરવામાં આવેલ છે. મહારાજશ્રી વિનયવિજયજી, વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના આવા અનેક ભાગ બહાર પાડી ગુર્જર સાહિત્યમાં સદેવ અભિવૃદ્ધિ કરતા રહે એમ અમે ઇચ્છીએ છીએ. સાહિત્યના ઉત્કર્ષમાંજ દેશને ઉદય છે. એ વાત સર્વ કઈ સારી રીતે સમજી શકે તેમ છે. “ ઇમ.” વેરા વેલજી લાલજી, તંત્રી–ડહાપણ–જામનગર व्याख्यानसाहित्यसंग्रह આ પુસ્તકમાં છ પ્રકરણ પાડવામાં આવેલાં છે. પ્રથમ પ્રકરણમાં દેવના પૂજન પૂર્વક કેવી રીતે મનુષ્યની ઉર્ધ્વગતિ થઈ શકે તે ઉત્તમ પ્રકારે જણાવેલું છે. બીજામાં ગુરૂને ઓળખવા માટે મનુષ્ય પોતાના ચરિત્રને શુદ્ધ કરવાની કેટલી જરૂર છે એ વિગેરે જણાવેલું છે અને આ પ્રમાણે ઈતર પ્રકરણમાં દુર્જનનિંદા તેનું સ્વરૂપ. સર્જનનું સ્વરૂપ તથા ધર્મનું સ્વરૂપ, શાસ્ત્રા ધ્યયનની આવશ્યકતા વિગેરે સંબંધમાં ઉપર લેક અને નીચે તેને ભાવાર્થ ટાંકીને ઉત્તમ પ્રકારે સ્પષ્ટીકરણ કરેલું છે “સુભાષિતરત ભાંડાગાર, ને મળતો આ ગ્રંથ છે. ભાષા સરલ અને સંસ્કારી છે. તેમાં ઉક્ત મુનિરાજ વિનયવિજયજીનું જીવન ચરિત્ર આપવામાં આવ્યું છે તથા તેમની મનહર છબી પણ તેમાં આપવામાં આવેલી છે. આ પુસ્તકમાં ઉત્તમ પ્રકારના સાહિત્યને સંગ્રહ કરવામાં આવેલ છે અને તે પ્રજાને ઉપયોગી છે. “પ્રાત:કાલ–પુસ્તક ૧૪-અંક ૯, સંવત ૧૯૭૨–આષાઢ કૃષ્ણપક્ષ ૧૪, વડોદરા, દરેક મુનિ મહારાજે વ્યાખ્યાનમાં સશાસ્ત્ર પ્રમાણોની પુષ્ટિના સંગ્રહમાટે તથા દરેક જેન લાયબ્રેરી-પાઠશાળા તેમજ દરેક જેનોએ પોતાની ખાનગી લાયબ્રેરીમાં હમેશાં વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ અવશ્ય રાખવું જ જોઈએ. કેમકે તેમાં દરેક ધર્મના સિદ્ધાંતમાંથી દેવ-ગુરૂ અને ધર્મના સ્વરૂપમાટે ઉપયોગી શાસ્ત્ર પ્રમાણના શ્લેકે અર્થ સહિત છે. જેના જક, વિદ્વાન મુનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજ છે. મેનેજરે જૈન ૧૯૭૨-જૈન પંચાંગ, ભાવનગર,

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640