________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ગ્રંથ માટે મળેલા
અભિપ્રાયો. -
આ ગ્રંથને માટે જેટલી પ્રશંસા કરવી તે જેમ એક માતા પિતાના પુત્રની પ્રશંસા કરે તેમ અનુમાન થાય, તે તે નિયમને નહિ અનુસરતાં પૂજનીય મુનીશ્વરે, રાજકીય પુરૂષે, જેનેતર પંડિતે (પ્રતિષ્ઠિત વિદ્વાન), જાહેર માસિક તથા ન્યૂસે અને સદ્દગૃહસ્થ આદિના સંખ્યાબંધ શ્રેષ્ઠ અને મૂલ્ય રને સરખા અભિપ્રાય આપ મહાશને દષ્ટિગોચર કરેલ છે, તેતરફ ધ્યાન આપવાથી આ ગ્રંથની રેગ્યતા તથા ઉત્તમતા કેટલી છે તે જણાઈ આવશે. .
જૈનવેતાંબર સાધુમુનિરાજેતરફથી મળેલા આ ગ્રંથમાં અનેક વિષય ચર્ચા છે, સાધુઓને મુખે રાખવા લાયક શ્લોકસંગ્રહ ઠીક છે, સાધુવર્ગ તથા શ્રાવકવર્ગને અત્યંત ઉપયોગી છે, મધ્યસ્થ ભાવે આત્મજ્ઞાનસંબંધી સમ્યકત્વવિચારોને દાખલ કરી ગ્રંથની શોભામાં ઉપયોગી વધારે કર્યો છે. ગુણ પ્રશંસાદિ વિષય વાંચતાં સ્વગીય પ્રદેશમાં વાચક જાણે પ્રવેશ હાયની એવી વાચકની દશા થઈ જાય છે. આ પુસ્તકથી જેના કામની તથા જૈનેતર કેમની ધર્મસેવામાં અપૂર્વ ભાગ ગોઠવવામાં આવ્યો છે, એમ કહેવામાં કાંઈ અતિશયોક્તિ નથી. પ્રાયે આત્માથી અને સાહિત્યાનંદી મનુષ્યને આ પુસ્તક ઉપયોગી બન્યું છે. તેથી પ્રત્યેક મનુષ્ય તેને વાંચવું જોઈએ. અન્ય ઉપયોગી પુસ્તકોની રચના કરવામાં સફળતા પ્રાય થાઓ.
યોગનિષ્ઠાચાર્ય, શ્રીબુદ્ધિસાગરજી–પેથાપુર.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પુસ્તક ઘણું જ ઉપયોગી છે. માને કે વાચસ્પતિને ખાસ અવતાર, વિદ્વાનેનું સંગ્રહસ્થાન, અનેક શાસ્ત્રોનું ફોનગ્રામ, સરસ્વતીને જીર્ણોદ્વાર, પૂર્વાચાર્યને પૂનરૂદ્ધાર, ચતુર્વગનું નંદનવન, ચતુરનું ચિંતામણિ રત્ન, માનસિકવાચિકનું મ્યુઝિયમ, ચાલુ જમાનાને ગીતાગ્રંથ, પુરૂષાર્થનું જીવન, જવલંત દાખલે,