________________
૫૮૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જો,
પરમ પૂજ્ય મુનિમહારાજશ્રી વિનયવિજયજીએ અથાગ શ્રમ લઈ અનેક પુસ્તકોનાં વાંચનમાંથી સારભૂત સંગ્રહેલ સાહિત્યને પ્રકાશમાં મૂકવાની યોજના કરી તે જાણી ઘણોજ આનંદ થાય છે અને તેઓ સાહેબ તેમજ તેવા વિદઠર્ય મહાશય કે જે નિઃસ્વાર્થ ફક્ત જનહિતાર્થેજ લખેલ લેખોને જાહેરમાં લાવવાની તીવ્ર ઇચછાને પાર પાડે છે એ ખરેખર ધન્યવાદસાથે જનસમાજને આશીર્વાદતુલ્ય લેખાશે.
આ ગ્રંથમાં શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનાં ત સમજાવી નીતિ અને વ્યવહારને શુદ્ધ માર્ગ બતાવ્યો છે તેથી અસરકારક રચનાને લીધે આ ગ્રંથને મોક્ષપ્રાપ્તિની ચાવીરૂપ કહેવામાં આવે તો તેમાં મારા ધારવા પ્રમાણે અતિશયોક્તિ ગણાશે નહિ
દેવચંદ કલ્યાણજી, નીમકખાતાના અધિકારી સાહેબ,
વેરાવળ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લો મારા વાંચવામાં આવ્યો છે એટલું જ નહિ પણ રૂબરૂમાં ઉપદેશ આ પુસ્તકસંબંધી સાંભળ્યો છે તેથી બન્ને શૈલીથી પૂર્ણ ખાત્રી થઈ છે કે દરેક દેહધારી મનુષ્યને આ ગ્રંથ એકવાર વાંચવાની જરૂર છે કારણકે સ્વકર્તવ્યનું ભાન આ ગ્રંથમાંથી જેટલું થાય છે તેટલું ભાન બીજેથી મેળવવું મુશ્કેલ ભાસે છે.
આ ગ્રંથમાં ૧ લા પરિચ્છેદમાં વીતરાગ પ્રભુનું સ્વરૂપ તથા પૂજાવિર્ણન શુદ્ધ રીતે કે કરવામાં આવ્યું છે.
૨ જા પરિચ્છેદમાં સુસાધુ નિલે પાદિનું ઉચ્ચ પ્રકારનું વર્ણન છે. ૩ જા પરિચછેદમાં સુજન તથા દુર્જનને ભેદ સમજાવ્યો છે. ૪થા પરિચ્છેદમાં કુસાધુ તથા યતિશિક્ષોપદેશનું વર્ણન બતાવ્યું છે, ૫ મા પરિચ્છેદમાં દુર્જનનાં લક્ષણો બતાવ્યાં છે.
૬ ઠ્ઠા પરિચ્છેદમાં ધર્મસ્વરૂપ, તીર્થમહાઓ દર્શાવી ઉપસંહાર કરતાં ચંચળ મનને સ્થિર કરી આનંદ સમુદ્રમાં ડૂબાવેલ છે.
આ ઉપરથી ગ્રંથસંગ્રહીતા પુરૂષને વારંવાર ધન્યવાન આપવો એ અતિશએક્તિ નથી.
આ ગ્રંથ અજ્ઞાનરૂપી સર્પને વશ કરવામાં મંત્રસમાન છે, ધર્મરૂપી આરામને સુધાનું ઝરણું છે એટલું જ નહિ પણ આ ગ્રંથ કલ્પવૃક્ષજ છે. કારણકે આ ગ્રંથમાંથી જે ઇચ્છવામાં આવે છે તે તત્કાળ મળે છે. આ ગ્રંથ જાણે કેમ ગૌતમસ્વામીનો અવતાર હોય તેવું ભાન કરાવે છે,
આ ગ્રંથથી મને જે જે ફાયદા થયા છે તે વર્ણન કરવું એ મારી શકિતની બહારની વાત છે. આવી શૈલીનાં પુસ્તકો બહાર પડે એમ હું ઈચ્છું છું.
ક્ષત્રિય કુમાર, ડિલ માસ્તર દેશળ મેઘજી,
જામનગર.