________________
અભિપ્રા.
૫૭૭
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના બીજા ભાગની યોજના પણ બહાર પડી ચુકી છે તે જોઈ આનંદ થાય છે અને આ બીજા ભાગની બે નકલ અગાઉથી ખરીદ કરવા માટે મારું નામ ગ્રાહકોના લીસ્ટમાં નોંધાવ્યું છે, તો આ ગ્રંથ સારો હોવાથી સમજુ મનુષ્યને ગ્રાહક થવા ભલામણ કરું છું.
સુખલાલ કેવળદાસભાઈ, ગીરવહીવટદાર સાહેબ અને ફર્ટ કલાસમેજીસ્ટેટ,
જુનાગઢ સ્ટેટ-તાલાળા.
આ ગ્રંથ મહાન વિષયોથી અલંકૃત છે. કે જે. દુર્ગમ વિષયોને પૂર્ણ સ્થિતિમાં જોવા જાણવાને તેમાટે પિતાને અભિપ્રાય આપવો એ ઉત્તમ કટિએ પહોં ચેલ વ્યક્તિનું કામ હું માનું છું. મહારા જેવી વ્યક્તિ એવા મહાન અગોચર વિષ
પર શું અભિપ્રાય આપી શકે? તદપિ મહારી અલ્પ મતિ અનુસાર મહારા અલ્પ વિચાર આડી વિદિત કરું છું. જગમાં દરેક વિષયોમાં ધાર્મિક વિષય સર્વોત્કૃષ્ટ છે અને તે વિષયમાં મુખ્ય સાર સુગુરૂ, સુદેવ, સુધર્મ ઓળખવાનો છે તે આ ગ્રંથને વિષે કર્તાએ ઘણાં પુસ્તકનું મથન કરી મહાન–પ્રયાસ કર્યો છે તે ખરેખર સ્તુતિ પાત્ર છે.
પુસ્તકમાં સુવિદિત થયેલ વિષયે યોગ્ય રીતે અલકાય અને તેનું મન થાય તો માયિક મૃગજળરૂપ આ સંસારને પરમાર્થ સમજી આમવરૂપે પ્રગટ કરી શકાય. આ મહાન પ્રયાસમાટે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે.
મણિલાલ મ, અજીતપતિ,
જેલ સુપ્રીન્ટેન્ડન્ટ–જુનાગઢ.
પરમ દયાળુ મુનિ મહારાજ શ્રીવિનયવિજયજી
મહારાજશ્રીની પવિત્ર સેવામાં– આજ્ઞાનુસારી અરજુનસિંહજીના સવિનય પ્રણામ સાથ વિનતિ કે-આપ કૃપાળના પ્રસાદરૂપે આ અ૫ પ્રાણીના ઉદ્ધારજેવા આરંભેલા પુસ્તક (સાહિત્યસંગ્રહ) નાં પાંચ ફોરમ દષ્ટિગોચર થતાં અતિ આનંદ થયો છે. કંઈ પણ પ્રશંસા કરવી તે અતિશયોક્તિ યાતા ખુશામત સમજાય, પરંતુ આ અલ્પજ્ઞ સેવકની બુદ્ધિ શકિત અનુસાર એજ વિનતિ છે કે ગ્રંથમાં નીતિ, વૈરાગ્ય અને વ્યવહારના દર્શન ઉપરાંત સમજ મનન કરી વર્તે તો મોક્ષદાર સમજી શકાય તેમ છે તેથી હું તે આભા- ' રી છું અને ખરેખર સાધુ ભૂષણરૂપ પુસ્તક બનશે એમ માનું છું.
લી. સે. અરજુનસિંહજી વિજયસિંહજી,
ભાણવડ