________________
અભિપ્રા.
તેમાં ધર્મનું તો વાંચવાનું બનેજ ક્યાંથી? આવી સ્થિતિ ધ્યાનમાં રાખી ગ્રંથકર્તાએ ધણ પુસ્તકો (જેન અને જૈનેતર ) માંથી દેહન કરી માત્ર તરત ડામાં સમજાય તેવી રીતે દાખલે દષ્ટાંતોથી ગોઠવી જનસમાજ તેમાં ખાસ કરી જેને ઉપકારી કર્યા છે.
શેષકરણ ભાગચંદ શાહ,
એલ. એમ. એન્ડ એસ.,
મેડીકલ ઓફીસર–ધોરાજી.
આ ગ્રંથ ગૃહસ્થને પિતાની લાયબ્રેરીમાં અવશ્ય રાખવા લાયક છે. તેની અંદર જે. જે વિષયે ગોઠવેલા છે તે ઘણજ શ્રેમપૂર્વક પૂર્વાચાર્યોએ કરેલા ગ્રંથને અનુસરીને ! લખાએલા છે અને કેવળ આત્માથી પુરૂષોને આ સંસાર સમુદ્રમાં તરવાને નાવ માફક સહાયભૂત છે, માટે મારી નમ્ર અરજ એ છે કે તે ગ્રંથમાં ગુરૂ મહારાજે જે ઝવેરાત ગોઠવેલું છે તેનું અમૃતપાન કરવાને તેને આઘંત વાંચી પિતાના આત્માને કૃતાર્થ કરે.
ડાહ્યાલાલ હકમચંદ, એકાઉન્ટન્ટ રેલ્વે ઓડીટ ઓફીસ,
જુનાગઢ.
આ ગ્રંથમાં લેવા લાયક ઉપદેશ ઘણો જ સારે છે, તેમ સંસ્કૃત ભાષાનો અને ભ્યાસ નહિ કરનારને અત્યુત્તમ છે આ ગ્રંથ હું સામાયિકમાં વાંચું છું.
સેવક બાલ લવજી,
પાલણપુર,
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લો વાંચી ઘણો જ આનંદ થયો અને આ ગ્રંથની ભાષા સરલ હોવાથી સંસારી જીવોને સત્ય માર્ગ બતાવનાર ભોમીયારૂ૫ છે.
પ્રેમચંદ કેવળચંદ,
પાલણપુર
પૂજ્યપાદ શાંતાત્મા મુનિ મહારાજશ્રી વિનયવિજયજી! આ સેવકે સેંકડો નાટક જોયાં છે, અનેક વ્યાખ્યાનો સાંભળ્યાં છે, અનેક કથાઓ પણ સાંભળી છે, વિદ્વાનોનાં ભાષણોનો સ્વાદ પણ અનેકવાર ચાખ્યો છે તેમજ અનેક ધાર્મિક અને વ્યાવહારિક પુસ્તકનું અવલોકન પણ કરેલું છે, છતાં આપના વ્યાખ્યાન સાહિત્ય