________________
૫૦
પરિપછી
જ્ઞાનદાન-અધિકાર, સર્વ દાને કરતાં શાનદાન ઉત્તમ છે.
જઝા (૧ થી ૪). ज्ञानस्य दानं खलु वित्तदानं, ज्ञानस्य दानं खलु भोज्यदानम् । ज्ञानस्य दानं खलु सौख्यदानं, ज्ञानस्य दानं ह्यभयप्रदानम् ॥ १ ॥
જ્ઞાનનું દાન તેજ ખરું ધનદાન છે, જ્ઞાનનું દાન જ સાચું ભેજનદાન છે, જ્ઞાનનું દાનજ સત્ય સુખ આપનાર (સુખદાન) છે અને નક્કી શાનદાન તેજ અભયદાન છે. ૧. તથા
ज्ञानस्य दानं किल पात्रदान, ज्ञानस्य दानं किल नाकदानम् । ज्ञानस्य दानं किल मोक्षदानं, ज्ञाने हि तानीह समाविशन्ति ॥ २॥
જ્ઞાનનું દાનજ સુપાત્રદાન છે, જ્ઞાનનું દાનજ સ્વર્ગ લોકનું દાન છે, જ્ઞાનનું દાન જ મોક્ષદાન છે, કારણ કે તે બધાં દાન આ જ્ઞાનદાનમાં સમા- . વેશને પામે છે એટલે જ્ઞાનદાનમાં તે સમગ્ર દાનનો સમાવેશ થઈ જાય છે
જ્ઞાન એ તીર્થકરના પ્રતિનિધિ (મૂર્તિ) રૂપ છે. तीर्थङ्कराणामधुना खभावे, ज्ञानं हि संसारसमुद्रयानम् । पूर्जा यथाशक्ति ततश्च तस्य, कुर्वन्तु दत्त्वा पठतां सहायम् ॥ ३ ॥
હમણાં તે તીર્થકર ભગવાનના અભાવમાં જ્ઞાન જ સંસારરૂપી સમુદ્રમાં વહાણુતુલ્ય છે. તેથી જ્ઞાન મેળવતા. (વિદ્યાથી) જનેને મદદ આપીને તે જ્ઞાનની યથાશક્તિ પૂજા કરે. ૩.
જ્ઞાનની સેવા તથા તેનું અપમાન કરવાથી થતું ફળ. * कुर्वन्ति ये ज्ञानपदस्य पूजा, बन्नन्ति ते तीर्थकरस्य गोत्रम् । पातो भवेज्ज्ञानविरोधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ ४ ॥
જે ધર્મધારી પુરૂષે જ્ઞાનપદ (વિદ્યાલય) ને ધનાદિથી સત્કાર કરે છે, તેઓ તીર્થંકર શેત્રનું ઉપાર્જન કરે છે અને જ્ઞાનના વિરોધી એવા પાપી પુરૂષને ઘેર એવા નરકના કુવામાં પાત થાય છે. ૪,