________________
પર
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
નવમ
નન નહીં તે ઘરબાહીર નાહીં સુજત કછુ,
જીહાં હાં જાય તીહાં, તીહાં અંધ ફૂપ ; જાકે ચક્ષુ હે પ્રકાશ, અંધકાર ભયે નાશ,
વાકે જહાં રહે તીહાં, સૂરજકી ધપ હૈ; સુંદર અજ્ઞાની જ્ઞાની, અંતર બહુત અહીં, વાકે સદા રાતી વાકે દિવસ અનુપ હૈ.
સુંદર, જે જે દુખ ભેગવવાને પ્રસંગ આવે છે તેનું મૂળ કારણ અજ્ઞાન ભાસે છે. જેમકે અંધારી રાત્રિએ દેરડું રસ્તામાં પડયું હોય પણ જ્યાં સુધી તેનું અજ્ઞાન છે ત્યાંસુધી તે દેરડું ઝેરી સર્પતુલ્ય છે. પણ જ્યારે દી હાથમાં લઈ જેવાથી દેરડું સિદ્ધ થાય છે ત્યારે ભય માત્ર નષ્ટ થઈ જાય છે તેમ જ્યાંસુધી અજ્ઞાન પ્રવાહ ચાલુ છે ત્યાંસુધી સત્ય સુખ મેળવી શકાતું નથી. તે સમજાવી આ આખા ગ્રંથને સાર પ્રભુદર્શન અર્થે તેમની તરફ મન વાળવું જોઈએ એવા સબળ કારણને અનુસરી પ્રભુ ધ્યાનમાં લીન રહેવા માટે, હવે પછી સતત શાંતિની પ્રાપ્તિ અર્થે, હૃદયમંદિરમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર ખસેડવા તથા જ્ઞાનરૂપી દીપની તિષ ચાલુ રહેવા માટે ઉપસંહાર દર્શાવામાં આવ્યું છે.
ઉપસંહાર.
પ્રસુતરફ ગમન, પ્રાતઃકાળે બરાબર સાત વાગે તમારા ગૃહના એકાંત સ્થળમાં સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઈ બેસજે. સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઈ બેસવું, એ બહુ ઉત્તમ છે તથાપિ વિવિધ પ્રતિબંધથી તમારામાંથી કઇ સ્નાન કરવા અસમર્થ હોય તે સ્નાન કર્યા વિના પણ બેસજે, કોઇને પણ બહારથી અવાજ ન આવે, એવું એકાંત સ્થળ તમને પ્રાપ્ત હોય, તે ઉત્તમ છે, તથાપિ તેવું સ્થળ તમને પ્રાપ્ત ન હોય તે બને છે તેવું એકાંત સ્થળ પ્રાપ્ત કરી બેસ તમને પદ્માસન કે એવું કોઈ આસન તે આવડે છે. તે આસનયુક્ત બેસજો અને તમે શ્રેયસાધક ન હોવાથી કદાચ આસન આવડતું ન હોય તે તમને જેમ સુગમ લાગે તેવી સ્થિતિમાં બેસજે, બેસવું ન ફાવે તે સૂઈ રહેશે તે પણ અડચણ નથી. પ્રાણાયામ આવડતા હોય તેમણે કોઈ
* અધ્યાત્મ બળપષક ગ્રંથમાળા–પ્રથમ અક્ષ.